ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી ખાતે વાલીઓ દ્વારા ગામમાં જ પરીક્ષા સેન્ટરની માગ - Standard 12 examination

સરકારે કોરોનાના ધારાધોરણો મુજબ ધોરણ 12ની પરીક્ષા લેવાનું નક્કિ કર્યુ છે છતા વાલીઓમાં કોરોનાનો ભય છે. અંબાજીમાં વાલીઓએ ગામમા જ પરીક્ષા સેન્ટરની માગ કરી છે.

xx
અંબાજી ખાતે વાલીઓ દ્વારા ગામમાં જ પરીક્ષા સેન્ટરની માગ

By

Published : May 29, 2021, 1:33 PM IST

  • ધોરણ 12ની પરીક્ષાને લઈ વાલી ચિંતામાં
  • કોરોના સંક્રમણની વાલીઓને બીક
  • ગામમા જ પરીક્ષા સેન્ટરની માગ

અંબાજી: રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને 12માં ધોરણી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યા છે પણ બાળકોના વાલીઓના મનમાં પોતાના બાળકો સ્વાસ્થ્યને લઈને ચિંતા છે અને યોજાનારી પરીક્ષાને લઈ અસમંનજસતા અનુભવી રહ્યા છે.

વાલીઓ દૂર મોકલવા નથી તૈયાર

દાંતા તાલુકાની 5 જેટલી વિજ્ઞાન પ્રવાહવાળી ઉચ્ચત્તર માધ્યમીક શાળાઓના 150થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપશે, જે પરીક્ષા આપવા અંબાજીથી 60 કિલોમીટર દૂર પાલનપુર જવું પડશે. જયારે હાલમાં કોરોનાની મહામારી વકરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ને આટલી દૂર પરીક્ષા આપવા માટે મોકલવા વાલીઓ ઉચિત નથી માની રહ્યા.

આ પણ વાંચો : 12માંની બોર્ડની પરીક્ષા રદ થશે કે નહી? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

જિલ્લામાં જ સેન્ટરની માગ

ક્યાંકને ક્યાંક પોતાના બાળકો કોરોનાના સંક્ર્મણમાં સપડાઈ ન જાય તે માટે દાંતા તાલુકાના પછાત વિસ્તારની 5 જેટલી વિજ્ઞાન પ્રવાહની શાળાના વિદ્યાર્થીઓ માટે અંબાજી માંજ પરીક્ષા કેન્દ્ર આપવા માંગ કરી રહ્યા છે એટલુંજ નહીં દાંતા તાલુકામાં વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રના અભાવે બે સાયન્સ પ્રવાહની સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો પણ બંધ કરી દેવાયા છે.

અંબાજી ખાતે વાલીઓ દ્વારા ગામમાં જ પરીક્ષા સેન્ટરની માગ

ABOUT THE AUTHOR

...view details