ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા દુકાનોમાં ભરાયા વરસાદી પાણી

બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારે ડીસામાં પણ 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. દિવાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી 100થી પણ વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઇ જતા માલિકોને કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડયું છે.

5 ઇંચ વરસાદ ખાબકતા દુકાનોમાં ભરાયા વરસાદી પાણી
5 ઇંચ વરસાદ ખાબકતા દુકાનોમાં ભરાયા વરસાદી પાણી

By

Published : Sep 26, 2021, 3:34 PM IST

  • ડીસામાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ
  • સિંધી કોલોની, સંત અન્ના હાઇસ્કુલ, લાલચાલી વિસ્તારોમાં પાણી ભરાયા
  • 100 દુકાનો પાણીમાં ઘરકાવ, કરોડોનું નુકસાન

બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં પણ ગઇ કાલે બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડીસાંજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં સાંજે બે કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે વડગામ અને ધાનેરામાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

5 ઇંચ વરસાદ ખાબકતા દુકાનોમાં ભરાયા વરસાદી પાણી

5 ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ

આ સિવાય પણ અનેક જગ્યાએ છૂટો છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેમાં ડીસા પંથકમાં ત્રણ કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર બહાર નીકળી ગયા

જ્યારે સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં એકથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સંતઅન્ના હાઇસ્કુલ પાસે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર બહાર નીકળી ગયા હતા.

દુકાનોમાં ભરાયા વરસાદી પાણી

વરસાદી પાણીથી દુકાન માલિકોને લાખોનું નુક્સાન

ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘુસી ગયું હતું. 100થી પણ વધુ દુકાનોમાં પાંચ-પાંચ ફુટ જેટલું પાણી ઘુસી જતા લોકોના માલસામાનને ભારે નુક્સાન થયું હતું. દુકાનોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાન તરવા લાગ્યા હતા અને દુકાન માલિકોને અંદાજીત એક કરોડથી પણ વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો કલાકો સુધી તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-રાજકોટમાં ભારે વરસાદ, રોડ-રસ્તાને રૂપિયા 3 કરોડથી વધુનું નુકશાન

આ પણ વાંચો-જામનગરના જોડિયા તાલુકામાં 7.5 ઈંચ વરસાદ, શહેરમાં પણ ભારે મેઘસાવરી

ABOUT THE AUTHOR

...view details