ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના આગેવાનોએ યુવકનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડવા આપ્યું આવેદન - બનાસકાંઠા સમાચાર

ડીસાઃ બનાસકાંઠાના ડિસામાં અગ્રવાલ પરિવારના યુવાનનું અપહરણ થયું હતું. જે અપહરણની ઘટનામાં પોલીસે તાત્કાલિક બે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ અન્ય બે આરોપીઓ ન પકડાતાં ડીસાની વિવિધ સંસ્થાઓના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવાની માંગ કરી છે.

banas

By

Published : Oct 9, 2019, 3:53 AM IST


ડીસામાં મંગળવારે વિવિધ સંસ્થાના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને તાજેતરમાં ડીસામાં અગ્રવાલ સમાજના યુવકનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટેની માંગ કરી છે. મંગળવારે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ ડીસાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ડીસા શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો રજૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા અંકુર અગ્રવાલ નામના યુવાનનું અપહરણ થયું હતું. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં અંકુર અગ્રવાલને અપરહરણ કર્તાઓના ચૂંગલમાંથી છોડાવ્યા હતા અને જેમાં પોલીસને હાથે બે આરોપીઓ આવતા તેઓને જેલ હવાલે કર્યા હતા પરંતુ આ ષડયંત્રમાં અન્ય બે આરોપી ફરાર છે.

આ ષડયંત્રમાં સામેલ ફરાર બે આરોપીને ઝડપી ધોરણે પકડી પાડવાની માંગ સાથે સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે, તાજેતરમાં ડીસામાં બનેલી અપહરણની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચથી બહાર હોવાના લીધે અપહરણનો ભોગ બનનાર પરિવારને ધાક ધમકીઓ આપી રહ્યા હોવાનુ પણ સામે આવ્યું છે.

ડીસાના આગેવાનોએ યુવકનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડવા કરી રજૂઆત

ABOUT THE AUTHOR

...view details