- બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર
- ડીસાને હોસ્પોટ વિસ્તાર જાહેર કરાયો
- લોકોની ગંભીર બેદરકારીના કારણે કોરોના કેસમાં વધારો
- આરોગ્ય વિભાગ દ્વારા જુબેસ શરુ કરાઈ
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં લોકોને ગંભીર બેદરકારીના કારણે સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી વેકેશનમાં બજારોમાં કરેલી ભારે ભીડનું પરિણામ હાલ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે, જ્યારે દિવાળી પહેલા રોજના કોરોનાના માત્ર પાંચથી સાત કેસ સામે આવતા હતા. તે હાલમાં વધીને રોજના 70થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં લોકો સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરી બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ કોરોનાના કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર, ડીસા બન્યું કોરોના હોટસ્પોટ આરોગ્ય વિભાગ દ્વારા ડીસાને કોરોના હોસ્પોટ વિસ્તાર જાહેર કર્યો
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસોના કારણે આરોગ્ય વિભાગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સુચનાઓ આપવામાં આવતી હોવા છતા પણ લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેના કારણે સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, હાલમાં બનાસકાંઠાના શહેરમાં 1200થી પણ વધુ કેસ સામે આવ્યા છે અને હજુ પણ રોજના 35થી પણ વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ડીસાને કોરોના હોસ્પોટ વિસ્તાર જાહેર કર્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર, ડીસા બન્યું કોરોના હોટસ્પોટ બેદરકારીના કારણે કેસમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસો વધવા પાછળનું કારણ લોકોને ગંભીર બેદરકારી સામે આવી રહી છે, ખાસ કરીને લોકો હાલમાં બજારોમાં ખરીદી કરવા આવતા ભારે ભીડ થઇ રહી છે, જેના કારણે સતત લોકોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે અને જેના કારણે જ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાલમાં ડીસા અને પાલનપુરમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, જેના કારણે પણ સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, વારંવાર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી સુરક્ષિત રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતા પણ જાણે બનાસકાંઠા જિલ્લામાં લોકોને કોરોનાથી કઈ લેવાદેવા જ ન હોય તેમ તમામ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર, ડીસા બન્યું કોરોના હોટસ્પોટ આરોગ્ય વિભાગ દ્વારા જુબેસ શરુ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસને અટકાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મેઇન બજારમાં આરોગ્ય ટીમ દ્વારા માસ્ક વગરના લોકોને ઝડપી પાડી તેમનું ઘટના સ્થળે જ ટેસ્ટિંગ કરવામાં આવે છે અને જે પણ લોકોને કોરોના પોઝિટિવ આવે તેવા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ બજારોમાં માસ્ક વગર ફરતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગની આ નવી પહેલથી લોકોમાં ધીમે-ધીમે જાગૃતિ જોવા મળી રહી છે અને જે લોકો માસ્ક વગર બજારમાં ફરતા હતા તે હવે ફરજિયાત માસ્ક પહેરીને બજારોમાં જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠાના ડીસાને કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું