ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાયરેક્ટર એકતા કપૂરના વિરોધમાં ડીસા વિશ્વહિન્દુ પરિષદે આપ્યું આવેદનપત્ર - Ekta kapoor

બૉલીવુડ ડાયરેક્ટર એકતા કપૂર દ્વારા તાજેતરમાં જ રજૂ થયેલી વેબ સીરિઝને લઈ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડીસામાં આજે વિશ્વહિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવી આ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Deesa
Deesa

By

Published : Jun 12, 2020, 8:02 PM IST

ડીસાઃ આજનો યુવાધન બૉલીવુડની દુનિયામાં ખાસ ખોવાયેલો જોવા મળે છે. ત્યારે ક્યારેક ડાયરેક્ટરો દ્વારા ભારતીય સંસ્કૃતિના વિરોધમાં ફિલ્મ બનાવવામાં આવતા લોકો તેનો વિરોધ દર્શાવતા હોય છે. આ જ રીતે હાલ એક વેબ સીરિઝ માટે એકતા કપુરનો વિરોધ થયો છે.

બૉલીવુડ ડાયરેક્ટર એકતા કપૂરના વિરોધમાં ડીસા વિશ્વહિન્દુ પરિષદે આપ્યું આવેદનપત્ર

બૉલીવુડની ડાયરેક્ટર એકતા કપૂર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલી વેબ સિરીઝ " ટ્રિપલ એક્સ અનસેન્સર્ડ ટુ " કે જેમાં ભારતીય સેનાનું અને તેમના પરિવારજનોનું અપમાન જનક ચિત્રણ કરી સેનાના જવાનોનું અને તેમના પરિવારજનોનું મનોબળ તોડવાનું કામ કરવામાં આવ્યું છે. જેનો વિરોધ બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરી ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આ વેબ સિરીઝ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવામાંની માંગ કરવામાં આવી છે.

બૉલીવુડ ડાયરેક્ટર એકતા કપૂરના વિરોધમાં ડીસા વિશ્વહિન્દુ પરિષદે આપ્યું આવેદનપત્ર

બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારતો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી અને દેશની રક્ષા કરતા સૈનિકોના વિરોધમાં ચિત્રણ દોરનાર એકતા કપૂરને સજા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં જો આ બાબતે કોઈ જ પગલાં ભરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details