ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં કાર્ડધારકોને રાશન ન મળતા ગામના સરપંચે રાશન આપ્યું - corona virus impect

કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન આપવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ અનેક કાર્ડધારકોને રાશન ન મળતા ડીસાના એક સરપંચે પોતાના ખર્ચે રહી ગયેલા તમામ કાર્ડધારકોને રાશન આપવાનું શરૂ કર્યુ છે.

etv Bharat
ડીસા: કાર્ડધારકોને રાશનના મળતા ગામના સરપંચે રાશન આપ્યું

By

Published : Apr 7, 2020, 4:59 PM IST

ડીસા: સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનમાં બીપીએલ કાર્ડ ધારકોને મફત રાશન આપવાની જાહેરાત બાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ડીસા શહેર અને તાલુકામાં એ.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન મળતા ચાર દિવસ અગાઉ મામલતદાર કચેરી આગળ ટોળું ઘસી આવ્યું હતું. પરંતુ યોગ્ય જવાબ ન મળતા અને રાશન ન મળતા લોકો વીલા મોઢે પરત ફર્યા હતા.

ડીસા: કાર્ડધારકોને રાશનના મળતા ગામના સરપંચે રાશન આપ્યું

જેથી કેટલાક ગરીબ પરિવારોની સ્થિતિ વિકટ બની હતી. ત્યારે ડીસાના આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ ધુંખ દ્વારા આવા રેશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું હતું. જેમાં આખોલ ગામમાં રહેતા અને રાશન ન મળ્યું હોય તેવા 350 કાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે. કાર્ડ ચેક કર્યા બાદ 20 કિલો ઘઉં 2 કિલો ચોખા અને 1 કિલો ખાંડ આપવામાં આવી રહ્યા છે.

ડીસા: કાર્ડધારકોને રાશનના મળતા ગામના સરપંચે રાશન આપ્યું

સરપંચ ભરતભાઈ ધૂંખે જણાવ્યું હતું કે, ડીસા પુરવઠા મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનદારોને છાવરતા અનેક કાર્ડ ધારકોને રાશન મળ્યું નથી અને તેથી ગામના 350 કાર્ડ ધારકોને રાશન મળતા પહેલા કીટ આપી હતી. ત્યારે બાદ હવે રાશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details