ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News : ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે ગોવા રબારીનો વિજય, વિકાસની કરી વાત - ડીસા માર્કેટયાર્ડ ચેરમેન

ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન પદે ગોવા દેસાઈને નિયુક્ત કરાયા છે. ભાજપે ચૂંટાયેલા 15 ડિરેક્ટરોને સાઈડ આઉટ કરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આવેલા ગોવા દેસાઈને ચેરમેન બનાવતા સમગ્ર જિલ્લાના સહકારી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

Banaskantha News : ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે ગોવા રબારીનો વિજય, વિકાસની કરી વાત
Banaskantha News : ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે ગોવા રબારીનો વિજય, વિકાસની કરી વાત

By

Published : Jul 10, 2023, 7:36 PM IST

ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે ગોવા રબારીનો વિજય

બનાસકાંઠા : ડીસા માર્કેટયાર્ડના વ્યવસ્થાપક મંડળની અઢી માસ અગાઉ ચૂંટણી યોજાઈ હતી. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈની પેનલો સામસામે હતી. 16 ડિરેક્ટરો માટેનું ચૂંટણી થતાં ભાજપ સમર્થિત માવજી દેસાઈની પેનલના 15 ડિરેક્ટરો જીત્યા હતા, જ્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી એકમાત્ર ગોવા દેસાઈનો વિજય થયો હતો, ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ ભારે સસ્પેન્સ સર્જાયું હતું.

ચેરમેન બનાવવા માટે ભાજપ સાથે શરત : આ દરમિયાન ગોવા દેસાઈએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશતા તેઓ ચેરમેન બનવા ભાજપ સાથે શરત કરીને આવ્યા હોય તેવી અટકળો ચાલી રહી હતી. તો ભાજપ દ્વારા પણ પ્રથમ વખત ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં 15 ડિરેક્ટરો એક તરફ હતા જ્યારે એક તરફ માત્ર ગોવા દેસાઈ હતા.

દેસાઈની બિનહરીફ વરણી : ત્યારબાદ આજે માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના અધ્યક્ષ પદે યોજાઇ હતી. જેમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હોય તેમ ચેરમેન પદે ગોવા દેસાઈનું નામની દરખાસ્ત પૂર્વ ચેરમેન માવજી દેસાઈએ મૂકી હતી. જેને ડિરેક્ટર રમેશ માળીએ ટેકો આપતા ગોવા દેસાઈની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીએ તેઓના નામનું મેન્ડેટ આપતા સર્વ સંમતિથી ચેરમેન તરીકે નિમણૂક થઈ છે. તમામ ડિરેક્ટરોને સાથે રાખી માર્કેટ યાર્ડના વિકાસના કાર્યો કરશું. પોતાના પર થયેલા કેસો બાબતે ભાજપ સાથે કમિટમેન્ટ કરીને જ કોંગ્રેસમાંથી આવ્યા હોવાના પ્રશ્ન અંગે ગોવાભાઇએ જણાવ્યું હતું કે, તે પાર્ટીનો વિષય છે. પાર્ટીએ કોઈ જ પ્રકારના કમિટમેન્ટ વગર તેઓના નામ પર ચેરમેન તરીકે નામ પર મહોર મારી છે. - ગોવા દેસાઈ (નવા બનેલા ચેરમેન)

કાર્યકરોએ શુભેચ્છા પાઠવી :જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણ પટેલના નામની દરખાસ્ત ઈશ્વર દેસાઈએ કરતા વેપારી ડિરેક્ટર રાજુ ભરતીયાએ ટેકો આપતા તેઓની પણ બિનહરીફ વરણી થઈ હતી. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને તમામ સભ્યોએ તેમજ માર્કેટયાર્ડમાં ઉપસ્થિત ભાજપના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનો નેતાઓ કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

  1. S Jaishankar: એસ જયશંકરે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
  2. Sabarkantha News : સહકારી બેંકમાં પૂર્વ ચેરમેન સહિત પૂર્વ 11 ડિરેક્ટરની ઉમેદવારી રદ, નવા નિયણ પ્રમાણે

ABOUT THE AUTHOR

...view details