બનાસકાંઠા : રાજસ્થાનમાંથી વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા પણ વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા વર્ષ 2019 માં જુદા જુદા પ્રોહિબિશનના ગુનામાં રૂપિયા 1 કરોડ 10 લાખ ઉપરાંતની કિમતનો 55,138 વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ડીસા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે ડીસા તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો - ડીસા મામલતદાર
ડીસા તાલુકા પોલીસે વર્ષ 2019 માં જુદા જુદા સ્થળેથી 1 કરોડ 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. ડીસા તાલુકા પોલીસે ગુરૂવારે 55,138 બોટલ દારૂ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
ડીસા
જેનો ગુરૂવારે ડીસા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે ડીસાના નાયબ કલેકટર એચ.એન.પટેલ, ડીસા DYSP ડૉ. કુશલ ઓઝા, ડીસા મામલતદાર એ.જે.પારઘી અને ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીની ઉપસ્થિતિમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકા પોલીસ દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.