બનાસકાંઠાના ડીસા શહેરમાં છેલ્લા 40 વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે સર્વ ધર્મ સમભાવ સ્નેહ મીલનનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં એક માત્ર રોટરી ક્લબ દ્વારા બેસતા વર્ષના દિવસે સવારે યોજાતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક,ધાર્મિક સહિત હિન્દૂ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહે છે અને એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી, આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિદેશી મહેમાન પણ ઘણી વાર આવે છે અને નવા દિવસે આવો એક સાથે એક સમયે શહેરના તમામ નાગરિકો ભેગા મળી એક બીજાને શુભેચ્છાઓ પાઠવતા લોકોને જોઈ તેમણે પણ ખુશી વ્યક્ત કરી હતી.
બનાસકાંઠામાં ડીસા ખાતે રોટરી કલબ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો - sheh milan program held by deesa rotary club
બનાસકાંઠાઃ વિક્રમ સંવત 2076 ના આજે પ્રથમ દિવસે બનાસકાંઠામાં ડીસા ખાતે રોટરી કલબ દ્વારા સર્વ ધર્મ સમભાવ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા શહેરના હિન્દૂ મુસ્લિમ, રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
બનાસકાંઠામાં ડીસા ખાતે રોટરી કલબ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજ ના આગેવાનોની સાથે રાજકીય કટ્ટર હરીફો પણ મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે ભેટતા હોય છે એક કલાક સુધી ચાલતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ ધર્મના લોકો એક બીજાને ગળે મળી નવા વર્ષ ની શુભેચ્છા પાઠવે છે જેથી આ મંચ પર કેટલીક દુર્લભ તસવીરો પણ જોવા મળી હતી.