ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો જપ્ત કર્યા - no praking

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી મોટી સમસ્યા હોય તો તે ટ્રાફિકની સમસ્યા છે, ડીસા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી ત્યારે આજે સોમવારે ડીસા શહેર પોલીસ દ્વારા આ અડચણરૂપ તમામ વાહનોને જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.

ડીસામાં પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો જપ્ત કર્યા
ડીસામાં પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો જપ્ત કર્યા

By

Published : Apr 12, 2021, 6:18 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યામાં વધારો
  • ડીસામાં શહેર પોલીસની ગેરકાયદેસર પાર્કિંગ કરતાં વાહનચાલકો સામે કડક કાર્યવાહી
  • ડીસાની બજારોમાં ગેરકાયદેસર વાહન ઉભા રાખતા વાહન ચાલકો સામે થશે દંડ

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરી વિસ્તારમાં રોજેરોજ સર્જાતા કલાકો સુધીના ટ્રાફિકના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હતી. હાલમાં લગ્નની સિઝન હોવાના કારણે ડીસાની બજારોમાં જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી ખરીદી કરવા જતા રહેતા હોય છે અને જેના કારણે જ અન્ય વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ને રહેવું પડે છે. ડીસાના સાઈબાબા બગીચાથી ચારે બાજુના રસ્તા ઉપર લોકોની સૌથી વધુ અવરજવર રહેતી હોય છે ખાસ કરીને આ રસ્તા ઉપર દુકાનો અને બેંકો આવેલી હોવાના કારણે દિવસ પર લોકો પોતાના સાધનો રોડ પર જ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે અને જેના કારણે રોજેરોજ ભારે ટ્રાફિક રહેતો હોય છે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ થોડા દિવસની પોલીસ ઝુંબેશ બાદ જેસે થે વેશે જેવી પરિસ્થિતિ થઈ જાય છે.

બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યામાં વધારો

આ પણ વાંચોઃ વિકાસની વાત કરનાર ભાજપ થરાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવામાં નિષ્ફળ

ડીસામાં શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ કરતાં વાહનચાલકો સામે કડક કાર્યવાહી

ડીસાની બજારોમાં વાહનચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે કલાકો સુધી અન્ય વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાઈ ન રહેવું પડતું હોય છે ડીસાને બનાસકાંઠા જિલ્લાનું વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે રોજેરોજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ડીસા આવતા હોય છે. તેમની વધતી જતી અવર જવરના કારણે ડીસા શહેરમાં રોજેરોજ ટ્રાફિક સર્જાતું હોય છે. જેથી આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા શહેરમાં ટ્રાફિક હળવો થાય તે માટે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા ગેરકાયદેસર વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. જે સૂચના બાદ આજે સોમવારે ડીસાના DySP ડો. કુશલ ઓજા દ્વારા ડીસાની બજારોમાં રોડ પર પાર્કિંગ કરેલા તમામ વાહનોને જપ્ત કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને સૂચનાઓ આપતાની સાથે જ ડીસા શહેર પોલીસ દ્વારા ડીસા શહેરની બજારોમાં રોડ પર ઉભેલા તમામ વાહનોને ટ્રેક્ટરમાં ભરી પોલીસ મથકે લવાયા હતા. પોલીસની આ કામગીરીથી અન્ય વાહનચાલકો જે રોજેરોજ બજારમાં આડેધડ પાર્કીંગ કરતા હતા તે પોતાના સાધનો હટાવતા નજરે પડ્યા હતા. જો પોલીસ દ્વારા રોજે રોજ આવી કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં ડીસામાં વારંવાર સર્જાતી ટ્રાફિક ઓછું થઈ શકે તેમ છે.

ડીસાની બજારોમાં ગેરકાયદેસર વાહન ઉભા રાખતા વાહન ચાલકો સામે થશે દંડ

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી હતીઃ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓજા

આ અંગે ડીસાના પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓજાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી હતી. ખાસ કરીને બજારોમાં લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા આખો દિવસ બજારોમાં ટ્રાફિક સર્જનને રહેતું હતું જેના કારણે અન્ય વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક માં ફસાઈ જવું પડતું હતું ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં લઇ આજે ડીસા શહેર પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર રીતે વાહનો રોડ પર પાર્કિંગ કરતા તમામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમ આધારે તેમની પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવશે.

ડીસામાં પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો જપ્ત કર્યા

આ પણ વાંચોઃ વડોદરા સાવલીની ભાદરવા ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા યથાવત

ડીસાની બજારોમાં ગેરકાયદેસર વાહન ઉભા રાખતા વાહન ચાલકો સામે થશે દંડ

ડીસાને બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં વેપારીઓ ખરીદી કરવા માટે ડીસાની બજારોમાં આપતા હોય છે બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે પણ રાજસ્થાનમાંથી વેપારીઓ અને સ્થાનિક લોકો રોજેરોજ ડીસામાં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે ડીસામાં સતત વધતા જતા વાહનોના કારણે રોજેરોજ ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે. ડીસામાં હાઈવે પર રોજે રોજ કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ન રહેવું પડે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરતા તમામ વાહન ચાલકો ના સાધનો જપ્ત કરવામાં આવે અને તેમને પોલીસ મથકે લાવી સરકારના નિયમ મુજબ વસૂલાત કરવામાં આવે ત્યારે આજે સોમવારે ડીસા શહેર પોલીસ દ્વારા ડીસા શહેરમાં આડેધડ પાર્ક કરેલા બાઇકોને જપ્ત કરી સરકાર દ્વારા બનાવવામાં આવે નીતિ-નિયમ મુજબ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details