- ડીસામાં ટ્રાફિકના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
- ડીસા ઉત્તર પોલીસનાં PI દ્વારા સ્ટાફ સાથે રાખી ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવાયા
- રસ્તાની વચ્ચોવચ દબાણ કરતાં લારી ગલ્લાવાળાઓને અડચણરૂપ થવા બદલ દંડ ફટકારવામાં આવ્યો
બનાસકાંઠા: ડીસાને વેપારી મથક માનવામાં આવે છે. જેના કારણે રોજેરોજ બનાસકાંઠા જિલ્લામાંથી અનેક તાલુકાઓના લોકો ડીસામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાને અડીને રાજસ્થાન જિલ્લો આવેલો છે, જેના કારણે રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં વેપારીઓ ખરીદી કરવા માટે ડીસા શહેરમાં આવતા હોય છે. રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ હોસ્પિટલો ડીસામાં આવેલી હોવાના કારણે રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડીસામાં આવતા હોય છે. જેના કારણે રોજેરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. વારંવાર ટ્રાફિકની સમસ્યાના કારણે કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ફસાવું પડે છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પોલીસ મથક તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ડીસા શહેરમાં ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં આવતા લોકોના કારણે ટ્રાફિકમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. ઉપરાંત, લારી ગલ્લાવાળાઓ રોડ પર જ પોતાની લારીઓ રાખતા હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે.
આ પણ વાંચો:પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજયરથ દ્વારા જાગૃતિ અભિયાન