ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં ધમાલ

ડીસામાં ભાજપ શાસિત નગર પાલિકામાં સોમવારે જનરલ બોર્ડ માત્ર 3 સેકન્ડમાં પૂર્ણ કરી દેતા પાલિકાના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. રજૂઆત કરવા ગયેલા સભ્યો અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હતા. આખરે ચીફ ઓફિસરે મામલો થાળે પાડ્યો હતો.

ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો
ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો

By

Published : Feb 3, 2020, 10:11 PM IST

બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં અનેક વખત વિવાદો થયા છે, જેમાં સોમવારના રોજ જનરલ બોર્ડમાં વિકાસ કામોને લઈને વિવાદ સર્જાયો હતો. સોમવારે પાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ શિલ્પા બેન માળીના અધ્યક્ષ સ્થાને બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટાયેલા ભાજપ,કોંગ્રેસ અને અપક્ષના સભ્યો સહિત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ હાજર રહ્યાં હતા. આ બોર્ડ બેઠક શરૂ થાય અને ચર્ચા થાય તે પહેલાં સભ્યોની સહી લીધા બાદ તરત જ પ્રમુખ શિલ્પાબેન માળીએ બોર્ડ પૂર્ણ થયાની જાહેરાત કરી રવાના થતા હાજર પાલિકાના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો અને બોર્ડમાં મુદ્દાસર ચર્ચા કરવાની માગ કરી હતી.

ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો

બોર્ડ પૂર્ણ થયાની જાહેરાત કરી દેતા ભાજપના સદસ્યો લોકહિતના પ્રશ્નોની ચર્ચા માટે બોર્ડ ફરી બોલાવવાની માગ કરી હતી. સાથે સભ્યોએ જણાવ્યું હતું કે, ત્રણ લોકહિતના મુદ્દા હતા, જેની ચર્ચા કરવી જરૂરી હોવા છતાં અમારા પ્રમુખે કોઈ જ ચર્ચા કર્યા વગર રવાના થયા છે, એ યોગ્ય નથી અમે પાર્ટીમાં જાણ કરીશું.

ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો
બોર્ડ પૂર્ણ થયાની જાહેરાત કર્યા બાદ ભાજપ,કોંગ્રેસ અને અપક્ષના સભ્યો ભેગા મળી ફરી બોર્ડ બોલાવવા લેખિતમાં રજૂઆત કરવા પ્રમુખ શિલ્પાબેન માળી પાસે તેમની ચેમ્બરમાં જતા જ પ્રમુખ ચેમ્બર છોડી રવાના થયા હતા. જો કે, તે સમયે હાજર ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને સભ્યો આમને સામને આવી ગયા હતા. આ બાબતે પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીને પૂછતાં જણાવ્યું હતું કે, બોર્ડમાં કોઈ મુદ્દા ન હોવાના કારણે બોર્ડ પૂર્ણ થયું છે. આમાં સભ્યો ખોટો વિરોધ કરે છે.
ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો

સોમવારની પાલિકાના બોર્ડમાં જે ત્રણ મુદ્દા હતા, જેમાં ડીસા શહેરનું ઓવરબ્રિજ, સાયન્સ કોલેજ અને બગીચાના મુદ્દા હતા, આ મામલે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સાયન્સ કોલેજ માટે યુનિવર્સિટી પાસે હજુ મંજૂરી માંગી છે અને ઓવરબ્રિજએ વિધાર્થીઓને ધ્યાને લઈને સરકારે મજૂર કર્યો છે. જ્યારે બગીચો તે સરકારની જમીનમાં પૂર્વ પાલિકાના પ્રમુખએ બનાવી દઈ પાલિકાને નુકસાન પહોચાડ્યું છે, છતાં સરકારમાં રજૂઆત કરી પ્રજા માટે બગીચો ખુલ્લો કરાવવા અમે પ્રયત્ન કરીએ છીએ. સાથે એ પણ જણાવ્યું હતું કે, જે ભાજપના સદસ્યોએ અન્ય પક્ષના સભ્યો સાથે મળીને વિરોધ કરી રહ્યાં છે. જે માટે અમે પાર્ટીમાં રજૂઆત કરીશું.

ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો
બોર્ડમાં હોબાળો થયા બાદ સભ્યો sdm અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, sdm ચેમ્બરમાંથી રવાના થયા હતા, જ્યારે ચીફ ઓફિસરે સમગ્ર બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપતા અને સભ્યોની લેખિત રજૂઆત લેતા મામલો થાળે પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details