બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માગ કરવામાં આવી હતી. આ માગને લઈ અગાઉ પણ નગરપાલિકામાં વિવાદ સર્જાઈ ચૂક્યો છે, ત્યારે ગુરૂવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય હરેશ ચૌધરી આ જગ્યાનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા, અને નિરીક્ષણ કર્યા બાદ યુનિવર્સિટીમાં અહેવાલ રજૂ કરવાની વાત કરી હતી.
ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માગણીને લઈ નિરીક્ષણ કરાયું ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેર સહિત સમગ્ર તાલુકામાં એક પણ સાયન્સ કોલેજ આવેલી નથી. જેથી ડીસા નગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા ડીસાને સાયન્સ કોલેજ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
ડીસા નગરપાલિકા સંચાલીત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં જ સાયન્સ કોલેજ બનાવવા માટેની કરવામાં આવેલી રજૂઆતને પગલે ડીસા નગરપાલિકાના કેટલાક સભ્યોએ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સાયન્સ કોલેજ બનાવવા માટે નીતિ નિયમ મુજબની પાંચ એકર જગ્યા ઉપલબ્ધ ના હોવાનું જણાવ્યું હતું.
ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માગણીને લઈ નિરીક્ષણ કરાયું ત્યારે ગુરૂવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટસભ્ય હરેશ ચૌધરી અન્ય સાયન્સ કોલેજની ટીમોને લઈ ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.
નિરીક્ષણ માટે આવેલા હરેશ ચૌધરીએ મીડિયા દ્વારા કોલેજ માટે કેટલી જગ્યાની જરૂરિયાત છે અને અહી કેટલી જગ્યા ઉપલબ્ધ છે તે કહેવાનું તો ટાળ્યું હતું, પરંતુ તેમણે એક વાતનો સ્વીકાર કર્યો હતો કે આ કોલેજ સરકારી નહીં પરંતુ સેલ્ફ ફાયનાન્સ કોલેજ બનશે.
ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માગણીને લઈ નિરીક્ષણ કરાયું ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માગ કરવામાં આવી હતી. ડીસા શહેરમાં મોટાભાગે ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી આવા વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી આગળ વધે તે માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ડીસા નગરપાલિકા દ્વારા સાયન્સની કોલેજ મળી રહે તે માટે અનેક વાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના કારણે આજે ડીસામાં વિદ્યાર્થીઓને સારી સાયન્સની કોલેજ મળી રહે તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બાબતે ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પા માળીએ ગરીબ વિદ્યાર્થીઓ આગામી સમયમાં જરૂર વિજય થશે અને ટુક સમયમાં જ ડીસાના વિદ્યાર્થીઓને સારી સાયન્સની કોલેજ મળી રહેશે તેમ જણાવ્યું હતું.
ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માગણીને લઈ નિરીક્ષણ કરાયું