રાજ્ય સરકારે ગુજરાતને કુપોષણ મુક્ત કરવાના હેતુથી તમામ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપ્યા છે. આ સ્માર્ટફોન મારફતે ગાંધીનગરથી મહિલા અને બાળવિકાસ વિભાગની કામગીરી પર સીધી નજર રાખી શકાય, પરંતુ મોટાભાગની આંગણવાડી કાર્યકરોની સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડતું નથી.
ડીસા આંગણવાડીમાં સરકારી સ્માર્ટફોનથી કામકાજમાં સરળતા... - મહિલા અને બાળવિકાસ વિભાગ
ડીસાઃ રાજ્ય સરકારે ગુજરાતને કુપોષણ મુક્ત કરવાના હેતુથી તમામ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપ્યા છે. આ સ્માર્ટફોન મારફતે ગાંધીનગરથી મહિલા અને બાળવિકાસ વિભાગની કામગીરી પર સીધી નજર રાખી શકાય. પરંતુ સાચી સ્થિતિ શુ છે તે જુઓ અમારા આ અહેવાલમાં...
સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ તેરમીનાળા વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં મુલાકાત લીધી હતી અને રિયાલિટી ચેક કરતા બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા સેન્ટરમાં હજુ સુધી આ સ્માર્ટફોનનો ઉપયોગ કઇ રીતના કારવો તે સંપૂર્ણ શીખવાડવામાં આવ્યું નથી, અત્યાર સુધી સ્માર્ટફોન પરની કામગીરી અંગે ત્રણ તબક્કાની ટ્રેનીંગ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
ચાર તબક્કાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જ સ્માર્ટ ફોનનો ઉપયોગ સંપૂર્ણપણે આંગણવાડી કાર્યકરોને ફાવી જશે તેમ અહીંના કાર્યકરે જણાવ્યું હતું વધુમાં આ સ્માર્ટ ફોનના ઉપયોગથી આંગણવાડીની તમામ પ્રકારની માહિતી સરળતાથી ઉપલબ્ધ બની રહેશે તેમ પણ કાર્યકરોનું માનવું છે.