ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં વર્ષો બાદ પહેલી વાર રામજી મંદિરની શોભાયાત્રા બંધ રખાઇ - કોરોના વાયરસ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર છે, ત્યારે તેની સીધી અસર તમામ દેશમાં આવેલા પૌરાણિક મંદિરોમાં પણ જોવા મળે છે, ત્યારે ડીસા ખાતે આવેલા રામજી મંદિર પ્રથમવાર કોરોનાવાયરસના કારણે તને શોભાયાત્રા બંધ રાખવામાં આવી હતી.

ડીસામાં વર્ષો બાદ પહેલી વાર રામજી મંદિરની શોભાયાત્રા રાખી બંધ
ડીસામાં વર્ષો બાદ પહેલી વાર રામજી મંદિરની શોભાયાત્રા રાખી બંધ

By

Published : Apr 2, 2020, 12:44 PM IST

ડીસાઃ હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વ ગંભીર પરિસ્થિતિમાં છે, કોરોનાવાયરસના કારણે 21 દિવસ માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ કોરોના વાઇરસની અસર જનજીવન પર તો જોવા મળી રહી છે, પરંતુ તેની અસર ભારતભરમાં આવેલા તમામ પૌરાણિક મંદિર પણ જોવા મળી રહી છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના આપવામાં આવેલ lockdownના કારણે તમામ મંદિરો સ્વયંભૂ બંધ થઈ ગયા હતા અને માત્ર આ મંદિરોમાં પૂજા લીલા પૂજા-અર્ચના કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું.

ડીસામાં વર્ષો બાદ પહેલી વાર રામજી મંદિરની શોભાયાત્રા રાખી બંધ

ત્યારે ગુરુવારના રોજ ડીસા ખાતે આવેલા રામજી મંદિર મંદિરની સ્થાપના આજથી 200 વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી અને આજ 200 વર્ષ બાદ પ્રથમવાર કોરોના વાઇરસના કારણે મંદિરની શોભા યાત્રા બંધ રાખવામાં આવી હતી. આ અંગે પૂછતા જણાવ્યું હતું કે, ગુરુવારના રોજ રામનવમી છે, પરંતુ કોરોનાવાયરસની ગંભીર મહામારીના કારણે સવારે માત્ર રામજી મંદિરની પૂજા અર્ચના કરી અને શોભા યાત્રા બંધ રાખી હતી.

ABOUT THE AUTHOR

...view details