ગુજરાત

gujarat

ETV Bharat / state

Granted School's Teachers Protest: કરાર આધારિત ભરતી મુદ્દે બનાસકાંઠાના શિક્ષકોએ થાળી વગાડી સરકાર સામે દર્શાવ્યો વિરોધ - જિલ્લા શિક્ષણ અધિકારી

ડીસામાં આજે ફરી બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષકોએ શાળામાં થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ થાળી વગાડી નોંધાવ્યો વિરોધ
ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ થાળી વગાડી નોંધાવ્યો વિરોધ

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 6:02 PM IST

ડીસામાં કરાર આધારિત ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન

ડીસાઃ બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જેમાં શિક્ષકોની 11 માસના કરાર પર ભરતી કરાય છે. ડીસા તાલુકામાં પણ આવી 44 બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજિત 250 જેટલા શિક્ષકોની કરાર આધારીત ભરતી કરવામાં આવી છે. જેની સામે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી વિરોધ દર્શાવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘની સંકલન સમિતિ અને બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘની સંકલન સમિતિ દ્વારા આજે વિવિધ મુદ્દાઓને લઈને આઠમા તબક્કામાં વિવિધ વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ધ્વનિનાદ સાથે તમામ શિક્ષકો, સંચાલકો અને તમામ વહીવટી સ્ટાફ જોડાયો છે. 11 મહિનાના કરાર આધારિત બદલીને સ્થાને કાયમી ભરતી કરવામાં આવશે તો સારા શિક્ષકો મળી શકશે. સારા શિક્ષકો મળશે તો વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ મળશે તેમજ શિક્ષણને આપણે ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકીશુ. દાડીયાત તરીકે અત્યારે જે 11 મહિનાના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ...હરેશભાઈ પવાયા(તાલુકા કન્વીનર, જિલ્લા શિક્ષક સંઘ સંકલન સમિતિ)

કરાર આધારિત ભરતીના ગેરફાયદાઃ શિક્ષકોનું માનવું છે કે 11 માસના કરાર પછી શિક્ષકોને છૂટા કરી દેવાતા તે બેકાર બની જાય છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર પણ માઠી અસર પડે છે.સરકારે કરેલા જૂના ઠરાવો પણ હજી સુધી અમલમાં મૂક્યા નથી.તેથી આજે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ તેમની મંગણીઓને લઈ સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. ડીસાની આદર્શ હાઇસ્કુલના શિક્ષકોએ સરકાર તાત્કાલિક શિક્ષકોની વાત સાંભળે તે માટે આજે થાળી વગાડી શિક્ષકોએ સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

આ પહેલા શાળાઓમાંથી ભરતી કરી શકતા હતા અને હવે કેન્દ્રીય કૃત ભરતી છે એટલે જે તે નિર્ણયો ત્યાંથી લેવાતા હોય છે એમાં અમે કંઈ કરી શકતા નથી...નરેન્દ્ર સિંહ (જિલ્લા શિક્ષણ અધિકારી, બનાસકાંઠા)

  1. Granted School's Teachers Protest: રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ 'બહેરી સરકાર'ના કાન ખોલવા થાળી વગાડી કર્યુ વિરોધ પ્રદર્શન
  2. Remove Fix Pay Campaign : ફિક્સ પેને લઇ નાણાંપ્રધાનની મોટી વાત, રજૂઆતોનો બેઝ જોઇએ તો કર્મચારીઓની વર્ષોની રજૂઆતોનું શું ?

ABOUT THE AUTHOR

...view details