વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસની સાથે રમત-ગમતમાં પોતાની કોલેજનું નામ રોશન કરે અને વિવિધ રમતો વિશે જાણતા થાય તે માટે દર વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ રમતનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઊંઝા ખાતે રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી અલગ-અલગ 10 કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં આદર્શ ટીમોએ એકબીજા સામે સારું પ્રદર્શન કરી સોફ્ટબોલની સ્પર્ધામાં ખેલદિલીપૂર્વક રમ્યા હતા.
ડીસા કોલેજ ચોથા વર્ષે પણ સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની - latest sports news of deesa
ડીસા: ઊંઝા ખાતે ગુજરાત યુનિવર્સિટીની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચોથા વર્ષે પણ ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિજેતા બની હતી.
ડીસા કોલેજ ચોથા વર્ષે પણ સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન
ફાઇનલ મેચ ડીસા કોલેજ અને ઊંઝા કોલેજ વચ્ચે રમાઇ હતી. બંને ટીમોએ ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતમાં ડીસા કોલેજ 500થી ઊંઝા કોલેજને હરાવી સતત ચોથી વાર રાજ્ય કક્ષામાં ચેમ્પિયન બન્યા હતા. ડીસા કોલેજ હર હંમેશ વિવિધ રમતોમાં ડીસા કોલેજ તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરતા આવ્યા છે. ત્યારે સોફ્ટબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન બનતા ફરી એકવાર ડીસા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ ગુજરાતમાં ગુંજતું કર્યું હતું.