ગુજરાત

gujarat

ETV Bharat / state

વધતા જતા કોરોના વાઈરસ વચ્ચે ડીસા બંધ - Business-employment

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થતાં, બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓ સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે મંગળવારે ડીસામાં તમામ વેપારી એસોસીએશનની નગરપાલિકા ખાતે બેઠક મળી હતી.જેમાં ગુરુવારે સાંજથી સોમવાર સાંજ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ જે પણ વેપારી લોકડાઉન નો ભંગ કરતાં જણાશે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

corona
વધતા જતા કોરોના વાયરસ વચ્ચે ડીસા બંધ

By

Published : Apr 21, 2021, 7:36 AM IST

Updated : Apr 21, 2021, 1:49 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
  • ડીસામાં પણ કોરોના વાયરસના કેસ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
  • ડીસામાં જરૂરિયાત સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રહેશે

બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે વધતા જતા સંક્રમણના કારણે કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને લોકોએ કરેલી ભીડના કારણે હાલમાં એક બાદ એક બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 200થી પણ વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસોને લઇ ચિંતામાં મૂકાયું છે અને તેને અટકાવવા માટેના હાલ તમામ પ્રકારના પ્રયાસો શરૂ કર્યા છે સતત વધતા જતા કોરોનાવાયરસના કેસોના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

વધતા જતા કોરોના વાયરસ વચ્ચે ડીસા બંધ
ડીસામાં પણ કોરોના વાયરસના કેસ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉનસમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યા છે.અને દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને સાથે મોતનો અકડો પણ વધી રહ્યો છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાલનપુર તેમજ ડીસા ખાતે કોરોના કેસોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસોને અટકાવવા માટે વેપારી એસોસીએશન સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. મંગળવારે ડીસા ખાતે પણ તમામ વેપારી એસોસીએશનની ડીસા નગરપાલિકા ખાતે ડીસાના ધારાસભ્ય તેમજ ડીસા ડી વાય એસ પી,નગરપાલિકા ચીફ ઓફિસર ,તેમજ નગરપાલિકા પ્રમુખની હાજરીમાં બેઠક મળી હતી.જેમાં તમામ વેપારી એસોસિયેશને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.જેમાં ગુરુવારે સાંજથી સોમવાર સાંજ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ જે પણ એસોસિએશનમાં નહિ જોડાય તેમજ વેપાર ચાલુ રાખશે તેમની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :ડીસામાં કોરોનાનો કહેર યથાવત, નગરપાલિકા બંધ રાખવા રિજનલ મ્યુનિસિપાલીટી કમિશ્નરને રજૂઆત કરાઈ


જિલ્લામાં ભયનો માહોલ

હાલમાં જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈ અનેક લોકો કોરોનાવાયરસના કેસોમાં મૃત્યુને પણ ભેટે છે. સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસોને લઇ હાલમાં સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોનાવાયરસના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. લોકોના વધેલા સંક્રમણના કારણે બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ પણ કોરોના વાયરસની વિકટ બનતી જાય છે દિવસે ને દિવસે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થયો છે તેને લઈને હાલમાં અને તાલુકાઓમાં સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નેનાવા ધાનેરા પાલનપુર અને ડીસામાં વેપારીઓએ જાતે જ પોતાના ધંધા-રોજગાર બંધ કરી લોકડાઉન જાહેર કર્યું છે જેના કારણે જે પ્રમાણે સતત કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને અટકાવી શકાય.

Last Updated : Apr 21, 2021, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details