ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના લોકો ગંદકીથી થયા ત્રસ્ત, લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ - Garbage

ડીસા: ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપે સોપાન સંભાળી છે. ત્યારથી ડીસા શહેરનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ આજે પણ ડીસા શહેરના ઘણા વિસ્તારો છે જ્યાં લોકો ગંદકીના કારણે ભારે હેરાન થઈ રહ્યા છે. ડીસા શહેરના એસ સી ડબલ્યુ સ્કુલ પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી ખદબદી ઉઠી છે. જેના કારણે સ્થાનિક લોકોએ નગરપાલિકા સામે ભારે રોષની લાગણી ઠાલવી હતી.

ડીસાના લોકો ગંદકીથી થયા ત્રસ્ત, લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ

By

Published : Jun 28, 2019, 5:57 AM IST

Updated : Jun 28, 2019, 1:26 PM IST

હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ત્યારે ડીસા શહેરમાં સારો વરસાદ થયો છે. ડીસા નગરપાલિકામાં ચોમાસા પહેલા ડીસા શહેરના તમામ રસ્તાઓ, ગટરો નાળાઓની સફાઈ અને ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં જ આ ગ્રાન્ટ વાપરી માત્ર કાગળ પર જ કામ બતાવવામાં આવે છે.

હજુ પણ ડીસા શહેરના અનેક વિસ્તારો છે. જ્યાં લોકો ગંદકીથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ડીસા શહેરના એસ સી ડબલ્યુ સ્કુલ પાછળના વિસ્તારની તો આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા દ્વારા કોઇ જ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી.

હમણાં જ ડીસા શહેરમાં પડેલ વરસાદના કારણે આ વિસ્તારમાં ચારેબાજુ ગંદકી જોવા મળી રહી છે. અનેકવાર રજુઆત કરવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવતી નથી. જેથી હાલ આ વિસ્તારમાં ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે. આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવી નથી.

જો હજુ પણ આ વિસ્તારમાં સાફ-સફાઇ કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ભારે રોગચાળો થવાની શક્યતા છે. ત્યારે લોકોની માગ છે કે, નગરપાલિકા આ વિસ્તારની મુલાકાત લઇને સફાઇની કામગીરી હાથ ધરે.

Last Updated : Jun 28, 2019, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details