4 વર્ષ બાદ બટાકાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ - Good value for potato
બનાસકાંઠા: ડીસાને બટાકાની નગરી કહેવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ખેડૂતો બટાકાની ખેતીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે આ વર્ષે બટાકાના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ડીસા બટેટા ભાવ
ડીસા શહેર બટાકાની ખેતી માટે જાણીતું છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી બટાકાની ખેતી કરતા ખેડૂતો મંદીનો માર સહન કરી રહ્યાં હતાં. મંદીના કારણે ખેડૂતો પર મોટા પ્રમાણમાં દેવું પણ થઈ ગયું હતું. બટાકાના ઓછા ભાવને કારણે બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જોકે આ વર્ષે બટાકાના સારા ભાવ મળતાં ખેડૂતોને ફરી એકવાર બટાકાના પાક પર વિશ્વાસ આવ્યો છે અને જો આજ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારો ફાયદો થાય તેમ છે.