- અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ લોકો કોરોના મુક્ત રહે તે માટે પ્રયત્નો કરી રહ્યુ છે
- દાંતા અને અમીરગઢ તાલુકાના 200 જેટલા ગામડાઓ માટે ઉકાળાની વિવિધ સામગ્રી મોકલવામાં આવી
- કોરોના પ્રતિરોધક ઉકાળાના વિતરણ કરવાનું આયોજન હાથ ધર્યું
બનાસકાંઠા: શહેરમાં વધી રહેલા કોરોના હવે કોરોના નાના ગામડાં તરફ પણ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગામડા કોરોના મુક્ત બને તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એટલું નહીં ગામડાઓમાં પણ ઠેક ઠેકાણે આઇસોલેશન વોર્ડ તેમજ કોવિડ સેન્ટર શરૂ કરાયા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ ગામડામાં વસતા લોકોની વહારે આવ્યુ છે અને ગામડાઓમાં કોરોના મુક્ત રહે તે માટે યથાગ પ્રયત્નો કરી રહ્યુ છે.
આ પણ વાંચો:સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા થતા ઉકાળા અને શક્તિવર્ધક ગોળીના વિતરણનું હજારો લોકોએ લીધો લાભ
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ લોકો કોરોના મુક્ત રહે તે માટે પ્રયત્નો કરી રહ્યુ છે
દાંતા અને અમીરગઢ તાલુકાના 200 જેટલા ગામડાઓ માટે ઉકાળાની વિવિધ સામગ્રી મોકલવામાં આવી હતી. તેમજ કોરોના પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 11 રૂટના ઉકાળાની સામગ્રીવાળા વાહનોને માતાજીને ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અભિયાન હેઠળ 200 જેટલા ગામડાઓ માટે ઉકાળાની વિવિધ સામગ્રી મોકલાવી
યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકાના 200 જેટલા ગામડાઓમાં કોરોના દર્દીઓ તેમજ અન્ય લોકો માટે તેમને કોરોના ન થાય તે માટે કોરોના પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન હાથ ધર્યું છે અને તેને લઈને દાંતા અને અમીરગઢ તાલુકાના 200 જેટલા ગામડાઓ માટે વાહનોના અગિયાર રૂટ બનાવી ઉકાળાની વિવિધ સામગ્રી મોકલવા માટેની તૈયારી કરાઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 11 રૂટના ઉકાળાની સામગ્રીવાળા વાહનોને માતાજીને ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યા હતા. મોકલવામાં આવેલી સામગ્રી દ્વારા તેનો ઉકાળો બનાવી તેનું ગામ લોકોને વિતરણ કરવામાં આવશે.
દાંતા અને અમીરગઢના 200 જેટલા ગામડાઓને ઉકાળાની સામગ્રી મોકલાવાઈ આ પણ વાંચો: બોટાદમાં કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ કરાયું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 11 રૂટના ઉકાળાની સામગ્રીવાળા વાહનોને માતાજીને ઝંડી બતાવી
જેને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ તમામ 11 રૂટના ઉકાળાની સામગ્રીવાળા વાહનોને માતાજીને ઝંડી બતાવીને જે-તે વિસ્તારમાં પ્રસ્થાન કરાવ્યા હતા. જેને લઇ ગામના સરપંચ તેમજ તલાટી તેમજ આગેવાનો દ્વારા મોકલવામાં આવેલી સામગ્રી દ્વારા તેનો ઉકાળો બનાવી એ ગામ લોકોને વિતરણ કરાશે. જેનાથી ઉકાળો કોરોનાને વધતો અટકાવશે. આ બાબતને લઈને કોરોના વધુ ન ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.