ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા ભાવમાં ઘટાડો - Deesa Potato Town

ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરે છે, ત્યારે ચાલું વર્ષે પણ ખેડૂતોએ સારા ભાવની આશા રાખી અને મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ હાલમાં બટાટામાં સ્કેપ નામનો રોગ આવતા બટાટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા ભાવમાં ઘટાડો
ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા ભાવમાં ઘટાડો

By

Published : Jan 22, 2021, 9:01 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં 69 હેક્ટરમાં બટાટાનું વાવેતર કરાયું
  • 1800થી 2500ના ભાવના બિયારણનું વાવેતર
  • ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવકમાં વધારો
  • સ્કેપ નામના રોગથી બટાટામાં ભાવ ઘટાડો
  • હાલમાં બટાટાના ભાવ 100 થી 150 મળતા ખેડૂતોમાં ચિંતા

બનાસકાંઠાઃડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરે છે, ત્યારે ચાલું વર્ષે પણ ખેડૂતોએ સારા ભાવની આશા રાખી અને મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા અને બટાટામાં સ્કેપ નામનો રોગ આવી જતા હાલમાં સતત બટાટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા ભાવમાં ઘટાડો

ડીસાના ખેડૂતોએ 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું

છેલ્લા 5 વર્ષથી મંદીના કારણે ડીસાના અનેક ખેડૂતો અને વેપારીઓએ આત્મહત્યા પણ કરી હતી પરંતુ આ વર્ષે બટાકાના ભાવમાં અચાનક ઉછાળો આવતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું ચાલુ વર્ષે સારા ભાવ મળી રહે તે આશયથી ખેડૂતોએ ફરી એકવાર મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું.

ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની આવક વધતા ભાવમાં ઘટાડો

ડીસાના ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી બટાટાનું કર્યું વાવેતર

કોરોના વાઇરસની મહામારીના કારણે આ વર્ષે સમગ્ર ભારતમાં બટાટાની મોટા પ્રમાણમાં માગ રહેતી જેના કારણે આ વર્ષે બટાટાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને સતત બટાટાના ભાવ વધતા ખેડૂતો અને વેપારીઓને બટાટામાં સારી એવી આવક થઇ હતી. છેલ્લા 5 વર્ષથી મંદીમાંથી બટાકાના ભાવ ઊંચા જતા ખેડૂતોએ મહદંશે રાહત અનુભવી હતી, ત્યારે 5 વર્ષની મંદીથી ફરી એકવાર છૂટકારો મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે 2400 રૂપિયાના ભાવે મોંઘાદાટ બિયારણનું વાવેતર કર્યું હતું. ડીસામાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે પરંતુ સતત મંદીના કારણે ખેડૂતો બટાટાની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા હતા.

બટાકામાં સ્કેપ નામનો રોગ આવતા બટાટાની માગ ઘટી

ડીસામાં દર વર્ષે મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને સતત મંદીના કારણે છેલ્લા બે વર્ષથી બટાટાનું વાવેતર ઘટ્યું હતું. જે બાદ કોરોના વાઇરસની મહામારીના કારણે બહારના રાજ્યોમાં બટાકાની માગ વધતા બટાકાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. જેના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા શહેરમાં બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં બટાકાની આવકમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં ખેડૂતોએ પોતાના ખેતરમાંથી બટાટાની ખેતી કરવાની શરૂઆત કરી છે. જેના કારણે રોજની ડીસા માર્કેટ યાર્ડમાં 6000 જેટલી બોરીની આવક નોંધાઇ રહી છે જેના કારણે હાલમાં બટાટાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ડીસામાં વારંવાર બદલાતા વાતાવરણના કારણે બટાકામાં સ્કેપ નામનો રોગ આવતા હાલમાં બટાટાની માગ પણ ઘટી છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હાલમાં બટાટાના ભાવ 100 થી 150 મળતા ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ સહિત અન્ય સેન્ટરોમાં બટાકાની આવક વધી જતા બટાટાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા ખેડૂતો લાચાર બન્યા છે. ડીસાના મુખ્ય માર્કેટમાં છેલ્લા 2 દિવસથી આવક વધવાની સાથે સાથે જ પણ ભાવ ઘટી રહ્યા છે. બટાટાનો સરેરાશ ભાવ હાલમાં 100 થી 150 રૂપિયા સુધીનો નોંધાયો હતો. બટાટાની નગરી તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારા ડીસા પંથકના ખેડૂતોને બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો હાલ લાચાર બની બેઠા છે. જેથી આવક વધવાની સાથે માગ પણ ઘટી રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી બટાટાના આવક 8000 કટ્ટા નોંધાઈ છે, ત્યારે ખેડૂતો બટાટાના સારા ભાવ મળવાની આશાએ બજારમાં હાલ આવી રહ્યા છે પરંતુ આવક વધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details