ગુજરાત

gujarat

ETV Bharat / state

સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં મહામંદી આવી ગઈ છે. ત્યારે સંચળનો વેપાર કરતા રાજસ્થાની 30 જેટલા રાવ પરિવારોની પણ હાલત કફોડી બનતા હવે આ પરિવારો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જઇ મીઠાનું વેચાણ કરી રહ્યા છે.

સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ, જુઓ અમારો આ અહેવાલ
સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ, જુઓ અમારો આ અહેવાલ

By

Published : Oct 9, 2020, 11:05 PM IST

ડીસાઃ કોરોના વાઈરસની મહામારીના કારણે હાલ સમગ્ર વિશ્વમાં દરેક નાનાથી માંડી મોટા તમામ ધંધાઓ પર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીની અસર હાલ સમગ્ર ભારતભરમાં નાના ધંધા કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો પર જોવા મળી રહી છે. શરીર માટે ફાયદાકારક અને અતિ ગુણકારી ગણ્યાતું એવું સંચળનું વેચાણ કરતા લોકોની હાલત પણ કોરોના વાઇરસમાં કફોડી બની છે.

સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ, જુઓ અમારો આ અહેવાલ

રાજસ્થાનના હનુમાન ગઢ જિલ્લાના ગંગાનગરમાં રહેતા આ રાવ પરિવારો સંચળ મીઠાનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ કોરોનાના કારણે આવેલી મહામંદીમાં આ પરિવારોની હાલત પણ કફોડી બની ગઈ છે. પહેલા જે સંચળ 60 રૂપિયા કિલો વેચતા હતા. તે જ સંચળ હવે 30 રૂપિયે કિલો પણ લેવા માટે કોઈ તૈયાર નથી. જેથી આ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી મીઠાનું વેચાણ કરે છે.

સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ, જુઓ અમારો આ અહેવાલ

છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં પણ મુખ્ય માર્ગો પર ટ્રેક્ટરની ટ્રોલીમાં સંચળનું વેચાણ કરતા આ લોકોને પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલીભર્યું બની ગયું છે. સંચળનું વેચાણ કરતા આ લોકોનું માનીએ તો આ સંચળ મીઠું પાકિસ્તાનથી રાજસ્થાનમાં આવે છે અને ત્યાં રાજસ્થાન માં જ સ્થાનિક લેવલે વેપાર થઈ જતો હતો. પરંતુ મહામંદી હોવાના કારણે વેચાણ ઘટતા દર-દર ભટકી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે. આજે આ પરિવારોને આખો દિવસ તડકે ઉભા રહી ધંધો કરવો પડે છે અને સાંજ સુધી માંડ-માંડ બે ચાર ગ્રાહકોની રાહ જોઈ બેઠા હોય છે. ત્યારે હાલ આ પરિવાર માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચાલે છે, તે આશાએ વેપાર કરવા બેઠા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે કોરોનાની મહામારીના કારણે આજે નાના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ ભારે મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે.

સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ, જુઓ અમારો આ અહેવાલ

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અન્ય ધંધા રોજગારની સાથે સાથે મીઠું વેંચતા 30 રાજસ્થાની રાવ પરિવારોની પણ હાલત કફોડી બની છે. ત્યારે હવે જલ્દી પરિસ્થિતિ પહેલા જેવી બને અને પોતાના વતન પાછા ફરી શકે તેવી મીઠું વેંચતા લોકો આશા રાખી રહ્યા છે.

સંચળ વેંચતા રાજસ્થાનના 30 પરિવારોને નડ્યો કોરોના વાઈરસ, જુઓ અમારો આ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details