ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો - Consumers in the gold-silver market

બનાસકાંઠા જિલ્લામાં આજે પુષ્પ નક્ષત્રના દિવસે બનાસકાંઠા જિલ્લામાં આવેલું સોના-ચાંદીની દુકાન ઉપર ગ્રાહકો સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરતા નજરે પડ્યા હતા. પરંતુ કોરોના વાયરસની મહામારી અને મોંઘવારીના કારણે ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો
બનાસકાંઠા જિલ્લામાં પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

By

Published : Oct 28, 2021, 7:43 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો
  • પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની દુકાન ઉપર ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો
  • મોંઘવારી અને કોરોનાની મહામારીના કારણે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

બનાસકાંઠાઃ આજે બનાસકાંઠા જિલ્લામાં પુષ્પ નક્ષત્રના દિવસે લોકો ઘરેણાની ખરીદી કરતા હોય છે. ત્યારે દર વર્ષે દિવાળીના પર્વને લઇ પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીનું વર્ષોથી એક આગવું મહત્વ રહેલું છે. એટલે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ પુષ્પનક્ષત્રના કારણે સોના-ચાંદીની દુકાન ઉપર ગ્રાહકો દર વર્ષની જેમ આ વર્ષે પણ સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરતા નજરે પડ્યા હતા. પરંતુ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ વર્ષે સતત મોંઘવારીના કારણે સોના-ચાંદીના વેપારીઓએ મોટાભાગે નવરા બેઠેલા જોવા મળ્યા હતા. દર વર્ષે જ્યાં વેપારીઓને સોના ચાંદીના ઘરેણા વેચવામાં ટાઈમ પણ હોતો નથી. ત્યારે આ વર્ષે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતા વેપારીઓને ભારે નુકસાન થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.

મોંઘવારી અને બિમારીના કારણે બજારમાં 75 ટકા જેટલું નુકસાન

કોરોના મહામારી અને ભારે મોંઘવારીના કારણે સોના ચાંદીના વેપારીઓને પણ 75 ટકા જેટલો ફટકો પડયો છે. સોના-ચાંદીની ખરીદી માટે ગુરુ પુષ્યનક્ષત્ર સૌથી શુભ મુહૂર્ત ગણાય છે અને આ સમયે મોટાભાગના લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય અને વેપારીઓને પણ ફાયદો થતો હોય છે. પરતું છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને વધતી જતી મોંઘવારીના કારણે લોકોએ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું મહદંશે ટાળ્યું છે.

પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

માત્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો દર વર્ષે ગુરુ પુષ્ય નક્ષત્રમાં 5થી 6 કરોડ જેટલો વેપાર થતો હોય છે. પરંતુ આ વર્ષે માત્ર દોઢથી બે કરોડ જેટલો વેપાર થયો છે એટલે કે અંદાજીત 75 ટકા જેટલો તીવ્ર ફટકો વેપારીઓને પડ્યો છે.

આ પણ વાંચોઃ સરકારી બાબુઓને મોટો ફાયદો, 1 જુલાઈ 2021થી થશે લાગુ

આ પણ વાંચોઃ ઓલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સ 1,158 અને નિફ્ટી 353 પોઈન્ટનું મસમોટું ગાબડું

ABOUT THE AUTHOR

...view details