- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર
- બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન ખૂટી જતા દર્દીઓના મોત
- પોલીસ દ્વારા તબીબો સામે કાર્યવાહી કરવા માગ
- બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન
બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, લોકોમાં વધેલા સંક્રમણના કારણે હાલ એક બાદ એક કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના 200 જેટલા રોજના કેસ સામે આવી રહ્યા છે. સતત વધેલા કોરોના વાઇરસના દર્દીઓના કારણે હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઇ છે અને હજુ પણ દિવસેને દિવસે કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે તેમ જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠામાં ઓક્સિજન ખૂટી જતા દર્દીઓના મોત આ પણ વાંચોઃમહેસાણા કોવિડ સેન્ટરમાં સારવાર અને ઓક્સિજન ન મળતા દર્દીનું મોત
બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન ખૂટી જતા દર્દીઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ પરિસ્થિતી કાબૂ બહાર નીકળી ગઈ છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા ઑક્સિજનની સર્જાયેલી ઘટનાને પગલે હવે દર્દીઓના એક પછી એક મોત થતા હોવાની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ ઘટનાને પગલે હવે પરિસ્થિતિ કાબૂ બહાર નીકળતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓક્સિજનની ઘટથી થતા મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે આજે ડીસા શહેરમાં આવેલા હેત ICUમાં પણ 5 લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 4 દિવસથી આ દર્દીઓને ડીસાના એક ખાનગી ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. કોરોનાના આ દર્દીઓની હાલત ગંભીર હોવાના લીધે તેમણે ઑક્સિજનની જરૂર હતી. પરંતુ ઑક્સિજનની ઘટ હોવાના લીધે અગાઉ તેમણે ધાનેરાથી ઑક્સિજન લાવીને આપવામાં આવ્યો હતો. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે અચાનક હોસ્પિટલમાં ઑક્સિજનનું લેવલ ઘટી જતા 5 દર્દીઓના એક જ કલાકમાં મોત નીપજી ચૂક્યા છે આ ઉપરાંત પાલનપુરમાં શગુન આઈસીયુ હોસ્પિટલમાં એક અને બનાસ કોવિડ હોસ્પિટલમાં ચાર એમ આજના દિવસમાં કુલ 10 લોકોએ આ દવાખાનાઓમાં ઑક્સિજનની ઘટ્ટ સર્જાતા જીવ ગુમાવ્યો છે.
બનાસકાંઠામાં ઓક્સિજન ખૂટી જતા દર્દીઓના મોત પોલીસ દ્વારા તબીબો સામે કાર્યવાહી કરવા માગ
ડીસાની ખાનગી હોસ્પિટલમાં 4 દિવસથી સારવાર લઈ રહેલા દર્દીઓને એક્સિજન ના મળવાથી મોત નિપજ્યાં છે અને પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, ઑક્સિજન પૂરો થઈ ગયો હોવા છતાં તબીબ દ્વારા કોઈ જ જાણ કરવામાં ના આવતા તેમના સ્વજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આ તબીબી લાપરવાહીને પગલે તબીબ સામે પોલીસ કાર્યવાહી કરવાની માગ કરી છે. એક મૃતકના પુત્ર ભરત માળીએ ઈટીવી ભારતને જણાવ્યું કે ગત ચાર દિવસથી આ દવાખાનામાં ઓક્સિજની ઘટ સર્જાઈ રહી છે, અને આજે ત્રણેક કલાકથી ઓક્સિજન નથી જેને કારણે તેમના પિતાનું મૃત્યુ થયું છે. ઓક્સિજનની ઘટ્ટ અંગે ડૉક્ટરે પણ કોઈ જાણી નહીં કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.અન્ય એક મૃતકના પુત્ર ભરત પટેલ ઈટીવી ભારતને પોતાની વ્યથા જણાવતા ભાંગી પડ્યા હતા અને રડતા રડતા જણાવ્યું કે આજે સવારે તેમના પિતાનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને ડૉક્ટરે કહ્યું કે દવાખાનામાં ઓક્સિજન નથી. અંતે તેમના પિતાનું મૃત્યુ થયું હતું.
બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારીનું નિવેદન
આ બાબતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન ખૂટી જવાના કારણે હાલ લોકોના મૃત્યુ થયા છે અને ટૂંક સમયમાં ઓક્સિજન આવી જવાથી સમસ્યા હલ થઈ જશે. ડીસા ખાતે આવેલ હેત આઈ સી યુ ના ડોકટર સહદેવ ચૌધરી સાથે ઈટીવી ભારતે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે "આ બાબતે અમારે કઈ જ કહેવું નથી. અમને અમારા કામમાં દખલગીરી ન કરો."
આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં કોરોના બન્યો ઘાતક, ઓક્સિજનની અછત સર્જાતા તંત્રમાં દોડધામ
ઓક્સિજન ખૂટી જતા ડીસા મામલતદાર સહિત અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર
ઓક્સિજનની ઘટ સર્જાવાને લીધે દર્દીઓના મૃત્યુ થયાની જાણ ડીસા મામલતદાર એ.જે.પારધીને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ જાણી હતી. આ ઘટનાને પગલે અનેક પરિવારોની કે જેમના સ્વજન હાલ સારવાર હેઠળ છે તેમની આંખોમાં પણ આસું જોવા મળ્યા હતા. ઓક્સિજન ન મળતા અનેક લોકો ઓક્સિજનની બોટલ માટે આજીજી કરતા નજરે પડ્યા હતા. રાજ્ય સરકાર તરફથી આ મૃતકોના સ્વજનો માટે કોઈ સહાય હાલ જાહેર કરવામાં આવી નથી.