ગુજરાત

gujarat

ETV Bharat / state

Death By Drowning in Banas River : રાજપુરના શ્રમિકનું બનાસ નદીમાં ડૂબી જવાથી મોત - રાજપુરના શ્રમિકનું બનાસ નદીમાં ડૂબી જતાં મોત

ઘેરથી ટિફિન લઇને કામે જવા નીકળેલા ઘરના મોભીના મોતના સમાચાર ડીસાના રાજપુરાના ઠાકોર પરિવારને મળ્યો હતો. ઘટનાના પગલે પરિવારના માતમ વચ્ચે લોકોના ટોળેટોળાં ભેગાં થઇ ગયાં હતાં. હરજીજી ભાઈચંદજી ઠાકોરનું બનાસ નદીમાં ડૂબી જવાથી મોતના મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Death By Drowning in Banas River :  રાજપુરના શ્રમિકનું બનાસ નદીમાં ડૂબી જતાં મોત, ઘેરથી ટિફીન લઇ નીકળ્યાં હતાં
Death By Drowning in Banas River : રાજપુરના શ્રમિકનું બનાસ નદીમાં ડૂબી જતાં મોત, ઘેરથી ટિફીન લઇ નીકળ્યાં હતાં

By

Published : Aug 10, 2023, 2:25 PM IST

પોલીસે વધુ તપાસ હાથ ધરી

ડીસા : બનાસકાંઠામાં ડીસાના રાજપુર પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી ડીસાના જોરાપુરા ગામનાં હરજીજી ભાયચંદજી ઠાકોરનુ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમ કાર્યવાહી થઇ
ઘરેથી ટિફિન લઈને નીકળ્યા શ્રમિક : ડીસા તાલુકાના જોરાપુરા ગામે રહેતા 45 વર્ષીય હરજીજી ભાઈચંદજી ઠાકોર કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આજે સવારે કડિયા કામે જવાનું કહી ઘરેથી ટિફિન લઈને મજૂરી કામ અર્થે નીકળ્યા હતા. તેમજ મોડી સાંજે રાજપુર પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવી લાશને બહાર કાઢી હતી. ઘટનાને પગલે આજુબાજુ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણતા જ જોરાપુરા ગામના સરપંચ પ્રકાશ ઠાકોર સહિત મૃતકના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને ડીસા તાલુકા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી.

અમને બપોર બાદ જાણ થઈ કે ડીસામાં રાજપુર નજીક નદીમાં કોઈની લાશ તરી રહી છે. તેથી તાત્કાલિક ધોરણે અમારી પોલીસની ટીમ ત્યાં પહોંચી અને લાશને બહાર કાઢી. ત્યારે તેની ઓળખ કરતા તે ડીસા તાલુકાના જોરાપુરા ગામના હરજીજી ભાઈચંદજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમનું પીએમ કરાવી લાશને વાલીવારસને સોંપવામાં આવી હતી.. એસ.એમ પટણી (પીએસઆઈ, ડીસા તાલુકા)

અકસ્માતે મોતનો ગુનો નોંધાયો : ડીસા તાલુકા પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, હરજીજી બનાસ નદીએ કઈ રીતે પહોંચ્યા અને કઈ રીતે તેમનું મોત થયું તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ અત્યારે નદીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે બાળકોના પિતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ઘરના મોભી વ્યક્તિનું આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

આ વર્ષે અલગ અલગ જગ્યાએ બનાસ નદીમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 5 જેટલા મોત થયા છે. અમારા ગામના હરજીજી ભાઈચંદજી ઠાકોર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આજે વહેલી સવારે તેઓ ઘરેથી મજૂરી કામ જવા માટે ટિફિન લઈને નીકળ્યા હતા અને બે વાગ્યાની આજુબાજુ અમને ફોન આવ્યો કે તમારા ગામના કોઈ વ્યક્તિ પાણીમાં ડુબ્યા છે અને મોત નીપજ્યું છે. ત્યારે અમે અહીં આવ્યા અને પોલીસને જાણ કરી અને પોસ્ટમોર્ટમને બહાર કાઢી અને અત્યારે પીએમ અર્થે લાવેલી છે...પ્રકાશજી ઠાકોર(સરપંચ, જોરાપુરા ગામ)

બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે : બનાસ નદીમાં ડૂબતાં ચાલુ વર્ષે 5 મોત ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા શહીદ ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી તંત્ર દ્વારા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને હાલ પણ બનાસ નદીમાં પાણી ચાલુ છે ત્યારે લોકો બનાસ નદી જોવા માટે જતા હોય છે તો કેટલાક લોકો પાણીમાં માછલીઓ લેવા માટે અથવા તો નહાવા માટે જતા હોય છે જેથી ડુબવાના કારણે મોત થતા હોય છે કારણ હોય છે કે ત્યાં મોટા મોટા ખાડા હોય છે જેના કારણે નહાવા અને માછલી પકડવા જતા લોકો ખાડામાં ઘસી જાય છે અને પછી પાણીમાં ડૂબીને તેમનું મોત થાય છે.

  1. Navsari Rain: નવસારી ખાતે પરીક્ષા આપવા આવેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
  2. Death By Drowning In Valsad: વલસાડના કુંડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના મોત
  3. બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેકડેમમાં ડૂબી જવાથી મોત

ABOUT THE AUTHOR

...view details