ધાનેરા તાલુકાના ભાટિબ ગામનો 25 વર્ષીય ચંદુભાઈ ખાભુ પોતાના ઘરેથી કંઈ પણ કીધા વગર નીકળી ગયો હતો. જેના પછી તેના પરિવારજનોએ શોધખોળ કરતા ભાટિબ ગામની સીમમાંથી ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ ટૂટી પડ્યુ હતું. આ અંગેની જાણ પરિવારજનોએ ધાનેરા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા કરી માગ
યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે, ચંદુની હત્યા કરવામાં આવી છે. ત્યારે હાલ તેઓ આ અંગે એક જ માગ કરી રહ્યા છે કે જ્યાં સુધી પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારા દ્વારા મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ વધતા જતા હત્યાના બનાવોથી લોકોમાં ભયબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં ખૂબ જ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોકો પૈસાની લેતી-દેતી અથવા અંગત અદાવતમાં હત્યા અને આત્મહત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી રહ્યા છે. હવે બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટનાઓની પોલીસ તપાસ કરે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.