ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં વિદ્યાર્થીનીઓએ 'દીકરી બચાવો' નાટક ભજવ્યું

બનાસકાંઠા: દેશમાં દીકરીઓ પર વધી રહેલા અત્યાચારોને રોકવા માટે હવે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મેદાનમાં આવી છે. લોકો દિકરી વિશે જાણતા થાય તે માટે ડીસાના જાહેર માર્ગો પર વિદ્યાર્થીનીઓ દ્વારા 'દીકરી બચાવો' પર નાટક ભજવવામાં આવ્યું હતું.

etv bharat
ડીસામાં વિદ્યાર્થીનીઓ દ્વારા દીકરી બચાવોનું નાટક ભજવાયું

By

Published : Dec 8, 2019, 9:14 PM IST

દેશમાં આજે દીકરીઓ પર દિવસેને દિવસે અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અનેક દીકરીઓ અને મહિલાઓ પર અને ગુનાહિત કેસ બન્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રોજબરોજ દીકરી બચાવોના કાર્યક્રમો કરી લોકજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ડીસામાં વિદ્યાર્થીનીઓ દ્વારા દીકરી બચાવોનું નાટક ભજવાયું

લોકોમાં સહેજ પણ જાગૃતિ ન આવી હોય તેવું લાગી રહ્યું છે. ભારત દેશમાં આજે દિવસેને દિવસે દીકરીઓના અનેક બનાવ સામે આવી રહ્યાં છે. જેના કારણે આજે દેશમાં એક પણ દીકરી સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો ભારત દેશમાં ગેંગરેપ અને અનેક કેસો નોંધાયા છે. છેલ્લે હૈદરાબાદમાં બનેલી ઘટના બાદ સમગ્ર ભારતભરના લોકો હૈદરાબાદમાં નરાધમોના હાથે શિકાર બનેલી દીકરીને ન્યાય મળે તે માટેના કાર્યક્રમો કર્યા હતા. છેલ્લે હૈદરાબાદ પોલીસે તેમને એન્કાઉન્ટર કરી ઠાર કરી દીધા હતા, પરંતુ તે બાદ માત્ર દેશમાં થોડા લોકોમાં જ જાગૃતિ આવે તેવું દેખાઈ રહ્યું છે. આ બનાવ બાદ ડીસા શહેરમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ હવે મેદાનમાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details