ડીસામાં દશરથભાઈ વાઘેલાની અદભૂત સૂક્ષ્મ હસ્તકળા
બનાસકાંઠા: ડીસાના એક ચિત્રકારે એકદમ સૂક્ષ્મ ચિત્રો બનાવ્યા છે. તે પણ કોઈપણ જાતના રંગ વગર અને માત્ર પેન્સિલથી. આ ચિત્રોને જોતાં તેની પર આંખો ટકી જાય છે. દશરથ વાઘેલાએ અદભૂત ચિત્રકામ કરીને આ ચિત્રો બનાવ્યા છે.
દશરથ વાઘેલાએ જે વી.કમલ તરીકે જાણીતા છે. તેમનો અભ્યાસ માત્ર નવ ધોરણ સુધીનો છે. તેમનો ચિત્રકળાનો કોઈ કોર્સ કર્યો કે, નથી લીધી તાલીમ, તેમ છતાં વી. કમલે ચિત્ર દોરવામાં મહારત હાંસલ કરી દીધી છે. બાળપણથી જ ચિત્ર દોરવાનો શોખ ધરાવતા વી. કમલે તેમની કળાની ભૂખ સંતોષવા માટે અત્યાર સુધીમાં હજારો ચિત્રો દોરયા છે. તેમ છતાં ચિત્રો દોરવાની ભૂખ ન સંતોષતા વી.કમલે સૂક્ષ્મ ચિત્રો દોરવાની શરૂઆત કરી. અત્યારે માત્ર પેન્સિલથી જ એકદમ સૂક્ષ્મ ચિત્રો દોરીને તેમનામાં રહેલી કળાને સંતોષી રહ્યા છે.