- દિવાળી-બેસતા વર્ષે અંબાજીમાં ઉમટશે ભક્તોનું પૂર
- માના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર
- શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે સમય વધારાયો
અંબાજીઃ દિવાળીના નવા દિવસોમાં લોકોમાં તીર્થસ્થાનોએ જઇ દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. દિવાળીના તહેવારોમાં અંબાજીમાં યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે. શ્રદ્ધાળુઓને મા અંબાના દર્શન ને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં ( Ambaji Temple ) બેસતાં વર્ષ એટલે કે કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ( Ambaji Darshan time ) ફેરફાર કરવામાં આવ્યો છે. મા અંબાના રોજિંદા દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જાણો દર્શન આરતીના સમય
બેસતાં વર્ષના દિવસે નિજમંદિરમાં 56 ભોગનો અન્નકુટ સહિત વિશેષ આરતીનું આયોજન મંદિરના વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ( Ambaji Darshan time )ફેરફાર કરવામાં આવ્યો છે.
ભોગ, દર્શન અને આરતીનો સમય
તારીખ 05/11/2021નાં બેસતું વર્ષ
સવારે મંગળા આરતી- 06.00 થી 06.30
દર્શન સવારે- 06.30 થી 10.45
બપોરે 12.00 થી 12.30 માતાજીને અન્નકુટ ધરાવી આરતી કરાશે