ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતા અંબાજી ફોરલેન રોડ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર

યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના 22 કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમિયાન મોટી સહુલીયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામામાં આવતા હતા. જે હવે અંબાજીથી 3 કિલોમીટર પહેલાં ગેટ પાસેના ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. દાંતા અંબાજી ફોરલેન રસ્તાથી રૂપિયા 120 કરોડના ખર્ચથી તૈયાર થયો છે. Danta Ambaji forelane road, Ambaji Mela 2022

દાંતા અંબાજી ફોરલેન રોડ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર
દાંતા અંબાજી ફોરલેન રોડ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર

By

Published : Sep 3, 2022, 4:51 PM IST

બનાસકાંંઠાવિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને(Ambaji Mela 2022 ) આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂપિયા 120 કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા અંબાજી ફોરલેન રસ્તાથી (Danta Ambaji forelane road)પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.

સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ

યાત્રિકોને મેળા દરમિયાન મોટી સહુલીયતયાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના 22 કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમિયાન મોટી સહુલીયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામામાં આવતા હતા. જે હવે અંબાજીથી 3 કિલોમીટર પહેલાં ગેટ પાસેના ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ (New road project in Gujarat )શકાશે. અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ઐતિહાસિક નિર્ણય લઇ ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવશે.

અંબાજી

આ પણ વાંચોભુજમાં PM નરેન્દ્ર મોદીએ કર્યુ સ્મૃતિવનનું ઉદ્ઘાટન

ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાંઅત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુંઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.

યાત્રાળુંઓની સુરક્ષામાં વધારોરાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર- નવાર અકસ્માતો થતાં હતાં હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થયો છે.

આ પણ વાંચોઝાઝા હાથ રળિયામણા, મહામહેનતથી તૈયાર કરેલા ઓર્ગેનિક ખાતર અંગે ખેડૂત અન્યને આપી રહ્યા છે પ્રેરણા

લોકોને ફોરલેન રસ્તાતઓ બહુ ઉપયોગરાજયના યાત્રાધામોને જોડતા રસ્તાાઓને ફોરલેન બનાવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાવઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ- આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી તમામ રસ્તાસઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. ફોરલેન રસ્તા ઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળતી થઇ છે તે સાથે આ વિસ્તાફરના લોકોને ફોરલેન રસ્તાતઓ બહુ ઉપયોગ નિવડી રહ્યા છે જેનાથી આ વિસ્તાતરની વિકાસકૂચ ઝડપી વેગવંતી બનશે.

ABOUT THE AUTHOR

...view details