બનાસકાંઠા : ભારત દેશએ ખેતી આધારિત દેશ છે. મોટાભાગે સમગ્ર ભારતભરમાં ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ સતત ઘણા વર્ષોથી ખેડૂતોને ખેતીમાં મોટાભાગે નુકસાન વેઠવાનો વારો આવે છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને સારા ભાવ ના મળતા નુકસાન વેઠવું પડે છે. તો ક્યાંક વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાના પાકને લઈ અનેક આંદોલન કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખારા વરસાદથી ખેડૂતોને શાકભાજીના પાકમાં નુકસાન ખેડૂતોને પોતાના ખેતી માટે પાણી ન મળતા નુકસાન વેઠવાનો વારો આવે છે. તો ક્યાંક વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોના પાક માં હાલ ફૂગ નામનો રોગ આવી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સતત મંદીનો માર સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ ખારા વરસાદના પાણીથી શાકભાજીના પાકોમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે.
ખેડૂતોના પાકમાં નુકસાન થતાની સાથે જ તેની સીધી અસર બજારોમાં જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક નુકશાનની માર ખાઈ રહ્યા છે. પ્રથમ કમોસમી વરસાદ ત્યારબાદ તીડ અને કોરોનાના લીધે લોકડાઉન અને હવે વરસાદ નવી મુસીબત લઈને આવ્યો છે.
ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેડૂતોનો પાક તૈયાર થવાની તૈયારી છે. ત્યારે છેલ્લા પંદર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે વાદળછાયું વાતાવરણ સર્જવાના લીધે સૂર્યપ્રકાશના અભાવે ખેડૂતોના ચોમાસુ વાવેતરને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં સારા ઉત્પાદનની આશા ચોમાસુ શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ ખારા વરસાદના પાણીના કારણે હાલ ખેતરમાં ઊભેલી શાકભાજી બળી ગઈ છે. જેના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું છે.
ડીસા શહેરમાં દર ચોમાસાની જેમ સારા શાકભાજીનું ઉત્પાદન મળી રહે તે માટે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી પોતાના ખેતરમાં મગફળી ભીંડા ફુલાવર અને ચોમાસું શાકભાજીની વાવણી કરી હતી પરંતુ આ ખેડૂતોને ફરી એકવાર ખારા વરસાદના પાણીથી પોતાના ખેતરમાં ઉભેલા શાકભાજીમાં મોટું નુકસાન થશે તે ખબર નહિ હોય.
છેલ્લા પંદર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા વરસાદે ફરી એકવાર ખેડૂતોની આંખોમાં આશું લાવ્યા છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હાલ તો વરસેલા વરસાદના કારણે ખેડૂતોની આંખોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે.
આ વર્ષે પણ વરસાદી પાણીના કારણે ખેડૂતોના શાકભાજીમાં મોટું નુકસાન થતાં હાલ ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે. બીજી તરફ ખેડૂતોના પાકોમાં નુકસાન આવતા બજારોમાં પણ શાકભાજીના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યાં આજથી બે મહિના પહેલા જે શાકભાજી દસથી વીસ રૂપિયા કિલો મળતી હતી. તે શાકભાજી હાલમાં ૫૦થી ૧૦૦ રૂપિયા જેટલો ભાવ કિલોનો થઈ ચૂક્યો છે. જેના કારણે લોકોને હવે શું ખાવું તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે.