ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકાર પાસે સહાયની માગ કરી - Dec rain

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં થયેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોને મોટું નુકસાન થતા ખેડૂતો દ્વારા સહાયની માગ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન, સરકાર પાસે સહાયની કરી માગ
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન, સરકાર પાસે સહાયની કરી માગ

By

Published : Sep 13, 2020, 9:33 AM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતો માટે ચોમાસાનો છેલ્લો વરસાદ મુસીબત લઈને આવ્યો છે. તાજેતરમાં થયેલા વરસાદના કારણે ડીસામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન, સરકાર પાસે સહાયની કરી માગ

આમ તો વરસાદ ખેડૂતોના વાવેતરને જીવતદાન આપતો હોય છે. પરંતુ જ્યારે નસીબ જ ખરાબ હોય, ત્યારે જીવતદાન આપતો વરસાદ પણ નુકસાન કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી અને અત્યારે આવું જ કઈક ડીસા તાલુકાનાં ખેડૂતો સાથે બની રહ્યું છે. ડીસા તાલુકાનાં ખેડૂતોના માથે કોઈ દશા બેઠી હોય તેમ ખેતીમાં એક પછી એક નુકસાનીની માર પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન, સરકાર પાસે સહાયની કરી માગ

વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ, ત્યારબાદ તીડોનું આક્રમણ, ત્યારબાદ કોરોનાના લીધે લોકડાઉન અને હવે તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાની થઇ છે. તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવેલા ચોમાસું વાવેતર પર પાણી ફરી વળ્યું છે અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન, સરકાર પાસે સહાયની કરી માગ

આ વિસ્તારમાં ખેડૂતોએ ચોમાસુ ખેતીમાં મગફળી, કપાસ, એરંડા, રજકા બાજરી, ગવાર જેવા પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહી છે. ત્યારે ખેડૂતો હવે રવી સિઝનના વાવેતર કરવા માટે સરકાર દ્વારા સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. વારંવાર નુકસાનીની માર ખાઈ રહેલા ખેડૂતોને ફરી પગભર બનવા માટે સરકારની મદદની જરૂર જણાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details