ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદના ચરાડા ગામની સીમમાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું, જીરાના પાકમાં નુકસાન

બનાસકાંઠાના થરાદ તાલુકાના ચારડા ગામની સીમમાં પસાર થતી ચારડા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા 20 એકર જમીનમાં તૈયાર કરેલ જીરાના પાકમાં પાણી ફરી ગયુ હતું. આનાથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

By

Published : Feb 4, 2021, 2:12 PM IST

ચરાડા ગામની સીમમાં 20 ફૂટનું ગાબડું
ચરાડા ગામની સીમમાં 20 ફૂટનું ગાબડું

  • થરાદના ચારડા ગામની સીમમાં 20 ફૂટનું ગાબડું
  • 20 એકર જમીનમાં પાણી ફરી વળ્યું
  • તૈયાર કરેલ જીરાના પાકમાં ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા : જિલ્લામાં વાવ, થરાદ, સુઇગામમાં આશરે 40 જેટલી કેનાલોમાં તૂટી ગઈ છે. થરાદ તાલુકાના ચારડા ગામની સીમમાંથી પસાર થતી ચારડા માઇનોર ત્રણમાં 20 ફૂટનું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે, ગાબડું પડતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ચરાડા ગામની સીમમાં 20 ફૂટનું ગાબડું
કેનાલ તૂટતાં જીરાનો પાક નષ્ટ

થરાદ તાલુકામાં ચારડા માઇનોર ત્રણ માં 20 ફૂટનું ગાબડું પડતાં 20 એકર જમીનમાં તૈયાર કરેલ જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. જોકે, જીરાના પાકમાં પાણી ફરી વળતા જીરાનો પાક નષ્ટ થવાની સંભાવના છે. જોકે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે લાખો રૂપિયાના ભાવના ખેડ ખાતર અને બિયારણનું ખર્ચ કરીને જીરાનું વાવેતર કર્યું હતું. કેનાલ તૂટતાં અમે મહામહેનતે તૈયાર કરેલ પાકમાં પાણી ફરી વળ્યું છે. અમારો મહામુલો જીરાનો પાક પાણીમાં નષ્ટ થઈ ગયો છે. જેથી અમને સર્વેને અમારે થયેલ નુકશાનનું વળતર આપે તેવી અમારી માંગ છે. કેનાલોમાં હલકીગુણવતાનું કામ કરતા કેનાલમાં ગાબડું પડયું છે.

ખેતરોમાં ભરાયું પાણી

ABOUT THE AUTHOR

...view details