ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન - gujaratinews

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને હાલમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને બાજરીના પાકમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહી છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Oct 21, 2020, 9:26 AM IST

  • કમોસમી વરસાદથી બાજરી, મગફળી અને કઠોળના પાકમાં નુકશાન
  • બનાસકાંઠા જિલ્લામાં બદલાતા વાતાવરણથી ખેતી થશે મોડી
  • વારંવાર કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન

બનાસકાંઠા : જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમીધારે વરસી રહ્યો છે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કમોસમી વરસાદ પડી રહી છે. ત્યારે હાલમાં છે ચોમાસું પૂર્ણ થયા બાદ ફરી એકવખત બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, અમીરગઢ, પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, દિયોદર, કાંકરેજમાં સતત વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષેલા કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે 2020નું વર્ષ નુકસાનમાં ગયું

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં ચાલુ વર્ષે ખેડૂતોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે તીડનું આક્રમણ, ઈયળનો ઉપદ્રવ કે પછી વારંવાર કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન મગફળી, બાજરી અને કઠોળનું કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. હાલમાં મગફળી અને બાજરી નીકળવાની શરૂવાત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે પડી રહેલા વરસાદથી મોટું નુકસાન ખેડૂતોને થઈ રહયું છે.

ડીસા શહેરમાં સૌથી વધુ ઉત્પાદન બટાટાનું

બનાસકાંઠા જિલ્લામાં 20 ઓક્ટોબર પહેલા ખેડૂતો પોતાના ખેતરમાં નવી ખેતી કરવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં નવી ખેતી કરી શકતા નથી. બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં સૌથી વધુ ઉત્પાદન બટાટાનું થાય છે. ખેડૂતો પણ 20 ઓક્ટોબર પહેલા પોતાના ખેતરમાં બટાટાની ખેતી કરી દેતા હોય છે, પરંતુ હાલમાં વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે ડીસા શહેરના ખેડૂતો બટાટાની ખેતી કરી શકતા નથી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે વારંવાર બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેતી મોડી થશે.

બનાસકાંઠા જિલ્લો એ વરસાદ આધારિત ખેતી કરતો જિલ્લો

છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદાનું પાણી આવતા હાલ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો વરસાદ વગર પણ સારી ખેતી કરી રહ્યા છે. પરંતુ તેની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ થરાદ અને વાવ સુઈગામ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ફરી એકવખત ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદથી નુકશાની વેઠવી રહ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે..

ABOUT THE AUTHOR

...view details