ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cyclone Impact : બનાસકાંઠામાં અનેક વૃક્ષો ધરાશાયી, અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થતાં રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. તો કેટલાક વિસ્તારો પાણી પાણી જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાયા છે.

Gujarat Cyclone Impact : બનાસકાંઠામાં અનેક વૃક્ષો ધરાશાયી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ
Gujarat Cyclone Impact : બનાસકાંઠામાં અનેક વૃક્ષો ધરાશાયી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ

By

Published : Jun 17, 2023, 2:40 PM IST

બનાસકાંઠામાં અનેક વૃક્ષો ધરાશાયી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ

બનાસકાંઠા : રાજ્યમાં બિપરજોય વાવાઝોડાંને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રોડની આસપાસ રહેતા લોકોએ વૃક્ષો સાઈડમાં કરવાની રાહત કામગીરી હાથ ધરી છે. તેમજ જિલ્લાના અનેક રસ્તાઓ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

અનેક વૃક્ષો થયા ધરાશાયી :હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર સ્થિતિ સર્જાય છે. ભારે પવન અને વરસાદના કારણે જિલ્લામાં અનેક તારાજીના દ્રશ્યો સર્જાયા છે. જેમાં જિલ્લામાં અનેક જ્ગ્યાએ વર્ષો જુના વટ વૃક્ષો ધરાશાયી થયા છે .જેના કારણે ગ્રામીણ વિસ્તારના જાહેર માર્ગો બંધ થયા છે. જેથી અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે તો અનેક ઘરો પર વૃક્ષો ધરાશાયીના કારણે મકાનોમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે અને હજૂ પણ ભારે પવન સાથે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે.

અનેક વિસ્તારો થયા પાણી પાણી :બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે. જેમાં આજે પ્રથમ દિવસે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઇ રહ્યો છે. જેનાં કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અતિભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ગ્રામીણ તેમજ શહેરી માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જેના વાહન વ્યવહાર ઠપ્પ થયો છે અને જન જીવન પર માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાના લોકો પણ ભયભીત બન્યા છે.

  1. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
  2. Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
  3. Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ABOUT THE AUTHOR

...view details