ગુજરાત

gujarat

ETV Bharat / state

'સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાથે ગાંધીનગરથી સાઈકલ યાત્રા પહોંચી અંબાજી - Cycle Yatra

કોરોના મહામારીને કારણે તમામ મંદિરો બંધ રાખવામાં આવ્યાં હતાં. જેને કારણે માઈ ભક્તો માતાના દર્શન કરવા અંબાજી જઈ શકતા નહોતા. પરંતુ હવે મંદિર ખુલ્યા બાદ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

xz
xz

By

Published : Jan 27, 2021, 2:32 PM IST

  • ગાંધીનગરથી ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટના લોકો પહોંચ્યા અંબાજી
  • 'સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાઈકલ યાત્રાનું આયોજન
  • આદિવાસી કન્યાઓ દ્વારા સાઈકલ યાત્રીઓનું સ્વાગત

    અંબાજીઃ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સાઈકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંંધીનગરથી ટ્રસ્ટના આગ્રણીઓ 'સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાથે 60 જેટલા સાયકલ ચાલકો અંબાજી પહોંચ્યા હતાં.
  • 'સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાઈકલ યાત્રાનું આયોજન

1400 જેટલા પગપાળા સંઘોનું પ્રતિનિધિત્વ કરતા ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટના આગ્રણીઓ 'સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાથે 60 જેટલા સાયકલ ચાલકો ગાંધીનગરથી અંબાજીની યાત્રા પૂર્ણ કરી માતાજીને ધજા ચડાવી હતી. આ સાઈકલ યાત્રા અંબાજી પહોંચતા આદિવાસી કન્યાઓ દ્વારા સાઈકલ યાત્રીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

'સાઈકલ ચલાવો પર્યાવરણ બચાવો' ના સંદેશા સાથે ગાંધીનગરથી સાઈકલ યાત્રા પહોંચી અંબાજી

વાહનો દ્વારા થતા પ્રદુષણને અટકાવવા સાઈકલ ચલાવવાના સંદેશા સાથે યુવાનોમાં જાગૃતિ આવે અને સાઈકલ ચલાવાથી સ્વસ્થ પણ સારું રહે તેવા સંદેશાના હેતુસર આ સાઈકલ યાત્રાનં આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details