- સુંઢા પ્રાથમિક શાળાની શિક્ષિકા સાથે છેતરપિંડી થઈ
- ICICI બેન્કના મેનેજરના નામે ખોટો ફોન કરી છેતરપિંડી આચરાઈ
- ATM કાર્ડ ચાલુ કરવાનું કહી OTP નંબર મેળવી શિક્ષિકાના ખાતામાંથી 41 હજાર ઉપાડી લીધા
- શિક્ષિકાએ સાત વાર OTP આપતા થોડા થોડા પૈસા ઉપડી ગયા
બનાસકાંઠા: જિલ્લામાં ક્રાઈમરેટ ચિંતાજનક હદે વધી રહ્યો છે કે ચોરી, હત્યા, લૂંટ, દુષ્કર્મ, છેતરપિંડી સહિત હવે સાયબર ક્રાઇમની ફરિયાદો પણ વધવા માંડી છે. ત્યારે આવો જ એક સાયબર ક્રાઈમનો બનાવ પાલનપુર તાલુકાના સુંઢા ગામેથી સામે આવ્યો હતો. સુંઢા ગામની શિક્ષિકાને ICICI બેન્કના મેનેજર નામે ઓળખ આપી ઠગબાજે ફોન કરી OTP નંબર માંગ્યો હતો, અને ATM કાર્ડ ચાલુ કરી આપવાની લાલચ આપી શિક્ષિકા પાસેથી સાત વખત OTP નંબર લઈ ઠગ ભેજાબાજે શિક્ષિકાના એકાઉન્ટમાંથી રુપિયા 41 હજાર રુપિયા ઉપાડી ઠગાઈ આચરી હતી.
આ પણ વાંચો:પોરબંદરના તબીબ પાસે મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી