- આજે પ્રથમ પૂનમને લઈ અંબાજીમાં દર્શનાર્થીઓનો મોટો ધસારો જોવા મળ્યો
- શ્રદ્ધાળુઓ મોટા ભાગે માતાજીની પૂનમ ભરવાની ટેક લેતા હોય છે
- અંબાજી મંદિર ખૂલ્લું રહેતા દર્શનાર્થીઓની ભીડ લાગી
- અંબાજી મંદિરમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)ન જોવા મળ્યું
અંબાજીઃ 12 જૂનથી અંબાજી મંદિર ફરી શરૂ થયું છે ત્યારે આજે પ્રથમ પૂનમે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શનાર્થે આવ્યા હતા, પરંતુ દર્શન સમયે મંદિરમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહતું. આવી જ રીતે જો ભક્તોની ભીડ જોવા મળશે તો કોરોનાના કેસ વધે તેવી શક્યતા છે.
આજે પ્રથમ પૂનમને લઈ અંબાજીમાં દર્શનાર્થીઓનો મોટો ધસારો જોવા મળ્યો આ પણ વાંચો-રેલડી ફાર્મના વાડી માલિક અને લોકગાયિકા ગીતા રબારી સામે ગુનો નોંધાયો
પૂનમ નિમિત્તે મંદિર ખૂલતા ભક્તોની ભીડ જામી
શ્રદ્ધાળુઓ મોટા ભાગે જે રોજ ન આવી શકતા હોય તેવા ભક્તો માતાજીની પૂનમ ભરવાની ટેક લેતા હોય છે પણ કોરોના મહામારીના કારણે અનેક પૂનમે મંદિરો બંધ રહેતા ભક્તો દર્શનથી વંચિત રહ્યા હતા. આજે જેઠ સુદ પૂર્ણિમાએ અંબાજી મંદિર ખૂલ્લું રહેતા દર્શનાર્થીઓની ભીડ લાગી હતી. જોકે, અગાઉની પૂનમ કરતા શ્રધ્ધાળુઓની ભીડ ખૂબ જ ઓછા પ્રમાણ માં જોવા મળી હતી.
અંબાજી મંદિર ખૂલ્લું રહેતા દર્શનાર્થીઓની ભીડ લાગી આ પણ વાંચો-2 મહિના બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્યાં
મંદિરના તંત્રએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કોઈ તસદી ન લીધી
જોકે, મંદિરમાં આવતા ભક્તોએ માસ્ક તો પહેર્યું હતું, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવાનું ભૂલી ગયા હતા. મંદિરના તંત્રએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં કોઈ તસદી ન લીધી હોય તેવું લાગી રહ્યું છે. મંદિરમાં ખૂલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ફક્ત માસ્ક પહેરવાથી કોરોના અટકતો નથી. કોરોનાને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) પણ એટલું જ જરૂરી છે, પરંતુ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જાળવવાનું ભૂલી ગયા હતા તેવું દૃશ્યોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સાથે જ ભક્તોએ કોરોના કાયમ માટે જતો રહે તેવી પ્રાર્થના કરી હતી.