ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ સરહદી વાવના રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ થતાં ખેતરો બેટમાં ફેરવાયા - રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ સરહદી એવા કેટલા ગામડાઓ છે જ્યાં પાણી નથી મળતું તો ક્યાંક કેનાલ પણ તૂટે છે. જ્યારે વાવના રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતાં કેટલાક ખેડૂતોની જમીન બેટમાં ફેરવાઇ ગઇ હતી. ખેડૂતોનું કરેલ શિયાળુ વાવેતરમાં પાણી ફરી વળતા હજારો રૂપિયાનું નુકસાન થયું છે.

banaskantha
banaskantha

By

Published : Dec 1, 2020, 2:02 PM IST

  • રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પર ગાબડું
  • ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા
  • જમીન ધોવાણનું વળતર આપે તેવી ખેડુતની માંગ
  • રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પર ગાબડું

    પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલો બનાવામાં આવી છે. પરંતુ આ જ કેનાલો ખેડૂતોને માથાનો દુઃખવો બની ગઈ છે, ક્યાંક પાણી નથી મળતું તો ક્યાંક કેનાલ તૂટે છે. જોકે વાવના રાછેણાની સીમમાંથી પસાર થતી રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું હતું. જોકે ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો. જોકે ખેડૂતો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા કેનાલોની રીપેરીંગ અને સફાઈની લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે. જ્યારે કેનાલના કુવા કચરાથી ચોકપ થઈ ગયા છે અને કેનાલોમાં કેટલી જગ્યાએ તિરાડો છે. કેનાલોનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી, જેથી કરીને કેનાલો તૂટી રહી છે.
    બનાસકાંઠાઃ સરહદી વાવના રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ થતાં ખેતરો બેટમાં ફેરવાયા




    ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા

    વાવ તાલુકાના રાછેણા ગામની સીમમાંથી પસાર થતી રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ તથા ખેતરો બેટમાં ફેરવાયા હતા. જોકે ખેતર માલિક ઠાકરસીભાઈ રબારીએ જણાવ્યું હતું કે રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ગઈ સાલ પણ આ જગ્યાએ તૂટી હતી અને આ સાલ પણ અહીંજ તૂટી છે. ખેડૂતે જણાવ્યું હતુ કે કેટલીક કેનાલમાં પડી તિરાડો મેં મારા સ્વખર્ચે લાવીને પૂરેલી છે. પરંતુ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો અહીં ફરતા નથી. પરંતુ જ્યારે તૂટે ત્યારે અધિકારીઓ અહીં આવે છે. કેનાલ તૂટતા ઠાકરસીભાઈ રબારીના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા હતાં. તૈયાર કરેલા જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.



    જમીન ધોવાણનું વળતર આપે તેવી ખેડુતની માંગ

    જોકે કોઈ ઉચ્ચ અધિકારી સરહદી પંથકની કેનાલોની એકવાર વિઝીટ કરે તો ખબર પડે કે કેનાલોની શું સ્થિતિઓ છે. જોકે વારંવાર કેનાલોમાં પડતા ગાબડાઓથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. જ્યારે રાછેણા ડિસ્ટ્રીબ્યુટી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની એક જ માંગ છે કે નર્મદા નિગમ ખેડૂતોને ખેડ ખતરાને બિયારણ અને જમીનનું ધોવાણ થયેલુ છે. જેનું વળતર આપે એવી ખેડૂતોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details