બનાસકાંઠા: જિલ્લામાં ગત 18 દિવસથી ગૌશાળાનું ગાયોની સહાય માટે આંદોલન ચાલી રહ્યું છે. 18 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજૂ સુધી સરકાર દ્વારા ગાયો માટે કોઈ સહાય ચુકવવામાં આવી નથી. જેના કારણે બનાસકાંઠા જિલ્લાનું ગૌશાળાનું ગાયો માટેનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બનતું જાય છે.
બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર આવી ગાયો
- બનાસકાંઠા જિલ્લાના 154 ગૌશાળા સંચાલકોએ આંદોલન શરૂ કર્યું
- 18 દિવસથી ગૌશાળાનું ગાયોની સહાય માટે આંદોલન શરૂ
- અનેક વખત સહાય માટે સરકારને કરવામાં આવી રજૂઆત
બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર આવી ગાયો
ગૌશાળાના સંચાલકોએ કોરોના મહામારી દરમિયાન ગાયોના ઘાસ માટેની સહાય માગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા ગૌશાળાના સંચાલકોનું માંગણી નહીં સંતોષાતા આખરે બનાસકાંઠા જિલ્લાના 154 ગૌશાળાના સંચાલકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. જે અંતર્ગત ગુરુવારે ગૌશાળાના સંચાલકોએ ગાયોને રોડ પર છોડી મૂકી હતી. જેથી નેશનલ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે, બુધવારે ગૌશાળા સંચાલકોએ રામધૂન બોલાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ હજૂ સુધી સરકાર દ્વારા ગૌશાળાના સંચાલકોને કોઈ જ પ્રકારનો જવાબ નહીં મળતા ગુરુવારે ગૌશાળાના સંચાલકોએ ફરી પોતાની ગાયોને નેશનલ હાઈવે પર છોડી હતી. જેના કારણે સવારથી જ નેશનલ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો.