ગુજરાત

gujarat

By

Published : Dec 20, 2020, 3:58 PM IST

ETV Bharat / state

પાલનપુરમાં ચાલી રહ્યું છે અનોખું કોવિડ હેલ્થ સેન્ટર

કોરોના મહામારીના લીધે એક તરફ ખાનગી હોસ્પિટલોના બિલ લાખોમાં આવી રહ્યા છે. તો બીજી તરફ આવા વિકટ સમયે કેટલાંક લોકો સાચા અર્થમાં સેવાની સુગંધને મહેકાવી રહ્યા છે.

પાલનપુરમાં ચાલી રહ્યું છે અનોખું કોવિડ હેલ્થ સેન્ટર
પાલનપુરમાં ચાલી રહ્યું છે અનોખું કોવિડ હેલ્થ સેન્ટર

  • મુસ્લિમ ડોકટર્સ એસોસિયેશન દ્વારા વિનામૂલ્યે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ
  • રાજ્યના આરોગ્ય સ્ટાફની દેખરેખમાં આ કોવિડ હેલ્થ સેન્ટર ચાલુ
  • દરરોજના 40થી વધુ દર્દીઓ લઇ રહ્યા છે કોરોનાની સારવાર

બનાસકાંઠા : કોરોનાકાળમાં આજે ખાનગી હોસ્પિટલોમાં ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા લૂંટાઈ રહી છે. ત્યારે પાલનપુર શહેરમાં છેલ્લાં ચાર મહિનાઓથી મજલીસ-એ-દાવત-ઉલ-હકક અને મુસ્લિમ ડોકટર્સ એસોસિયેશન દ્વારા વિનામૂલ્યે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરાયું છે. અહીં તમામ ધર્મ-વર્ગ અને પ્રાંતના લોકોની વિનામૂલ્યે કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે.

રાજ્યના આરોગ્ય સ્ટાફની દેખરેખમાં આ કોવિડ હેલ્થ સેન્ટર ચાલુ

કેન્દ્ર સરકારની કોવિડ ગાઈડલાઈન અને રાજ્યના આરોગ્ય સ્ટાફની દેખરેખમાં આ કોવિડ હેલ્થ સેન્ટર ચાલે છે. જેમાં અત્યાર સુધી 650 જેટલાં દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આજે પણ અહીં દરરોજના 40થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સંસ્થાના પ્રમુખ મૌલાના અબ્દુલ કૂદદુસના મતે આ કોવિડ સેન્ટર ભારતની ગંગા જમુની તહેજીબની ઉત્તમ મિશાલ છે. અહીં સેવા કરતા તબીબો પણ પોતાને ભાગ્યશાળી સમજે છે.

ભાઈચારાની ભાવનાને જીવંત કરતું કોવિડ હેલ્થ સેન્ટર

કોરોના સમયમાં જ્યાં આખું વિશ્વ વિકટ પરિસ્થિતિમાં મુકાયું છે. ત્યારે આવી સેવાભાવી સંસ્થાઓ સાચા અર્થમાં દેશની ભાઈચારાની ભાવનાને જીવંત કરી રહી છે. જે બદલ આ સંસ્થાના કાર્યને ઇટીવી ભારત પણ દિલથી સલામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details