- બનાસકાંઠામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
- તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા
- સમયસર સારવાર ન મળતા અનેક દર્દીઓના મોત
બનાસકાંઠા: જિલ્લામાં મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. કોરોના સંક્રમણ શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં વધુ વકરી રહ્યો છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો પરેશાન થઈ રહ્યા છે. આ મામલે જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાના આદેશ કર્યા છે. જેના પગલે જિલ્લાના 24 પૈકી 15 સામુહિક આરોગ્ય કેન્દ્ર કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવ્યા છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને ઓક્સિજનથી રેમડેસીવીર ઇન્જેક્શનની સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ મળી રહેશે. જેથી ગ્રામીણ વિસ્તારના લોકોને કોરોના સંક્રમણ થયા બાદ પણ શહેરી વિસ્તાર સુધી સારવાર માટે લાંબુ થવું નહીં પડે.
બનાસકાંઠામાં વધતા જતા કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ સેન્ટર શરૂ કરાયા આ પણ વાંચો : રાજકોટના સમરસ કોવિડ સેન્ટરમાં 4 વૃદ્ધોએ કોરોનાને આપી મ્હાત
જિલ્લામાં વધુ 1,307 જેટલા બેડ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રિઝર્વ કરાયા
જિલ્લાની જનસંખ્યાને જોતા અત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જે વચ્ચે જિલ્લાના વહીવટી તંત્ર 104 જેટલી ખાનગી હોસ્પિટલો અને 22 સરકારી આરોગ્ય કેન્દ્રને કોરોના કેર સારવાર માટે મંજૂરી આપી છે, જ્યારે હોસ્પિટલોમાં 88 જેટલા વેન્ટિલેટર છે. જે કોરોના પોઝિટિવ દર્દીઓને કામ લાગશે. 104 જેટલી ખાનગી હોસ્પિટલોને મંજૂરી મળતા જ જિલ્લામાં વધુ 1,307 જેટલા બેડ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રિઝર્વ કરવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર આપવામાં આવશે.
આ પણ વાંચો :
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેરમાં સતત વધારો
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી કહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થતાં હાલમાં જિલ્લાની તમામ હોસ્પિટલો કોરાનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલમાં દર્દીઓને ક્યાં અને કેવી રીતે સારવાર આપવી તે પણ મુશ્કેલી બની રહ્યું છે. સતત ઓક્સિજન અને ઇજેક્શનની અછતના કારણે અત્યાર સુધી અનેક લોકોએ કોરોનાની લડાઈમાં હારી અને પોતાનો જીવ ગુમાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલના ડૉક્ટરો પણ કોરોના વાઈરસના દર્દીઓના જીવ બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, પરંતુ આ કોરોનાની લહેર એટલી ઘાતક છે કે લોકો ટપોટપ મૃત્યુ તરફ જઈ રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરામાં પ્રથમવાર વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું, 27 પોઝિટિવ દર્દીઓ દાખલ કરાયા
સતત ઓક્સિજનની અછત અને ઇન્જેકશન ન મળવાના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ
એક તરફ લોકડાઉન અને બીજી તરફ લોકોના મોત આ પરિસ્થિતિ જોતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલો પણ એ રીતે ઉભરાઇ રહી છે કે, મોટાભાગના કોરોના દર્દીઓને સારવાર લેવા માટે જગ્યા પણ નથી મળી રહી. આમતેમ સારવાર માટે ભટકતા લોકો હાલમાં કોરોના સામે હાર માની રહ્યા છે, ત્યારે હજુ પણ લોકો કોરોના વાઈરસની મહામારીને નજીવી માનશે તો હજુ પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે. આ વખતે કોરોના દર્દીઓને સૌથી વધુ ઓક્સિજનની જરૂર પડે છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન મેળવવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને ઓક્સિજન મેળવી રહ્યા છે, ત્યારે સતત ઓક્સિજનની અછત અને ઇન્જેકશન ન મળવાના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે આ પરિસ્થિતિને ઓછી કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા હાલમાં 1,300 બેડની નવી હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જેનાથી આમતેમ ભટકતા કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે.