સુઇગામ તાલુકાના સોનેથ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં આજે વહેલી સવારે બે મોબાઈલ અને બુટ ચપ્પલ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોને શંકા જતા આજુ બાજુના સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કેનાલમાં તપાસ કરતાં એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે 20 થી 22 વર્ષની ઉંમર ધરાવતા આ બંને યુવક યુવતીએ હાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. જેથી સ્થાનિક લોકોએ આ બંનેનાં મૃતદેહને બહાર કાઢી તંત્રને જાણ કરી હતી.
બનાસકાંઠામાં વધુ એક પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું - Love
બનાસકાંઠાઃ જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. આજે સુઇગામ પાસેથી પસાર થતી કેનાલમાં વધુ એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરતા પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
બનાસકાંઠા
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રોજબરોજ આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થતો જાય છે. છેલ્લા એક મહિનાની અંદર જ અંદાજે ૧૫ થી વધુ લોકોએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. તેથી આ વિસ્તારમાં લોકોની જીવાદોરી માટે બનાવવામાં આવેલી કેનાલ હવે મોતની કેનાલ સાબિત થઈ રહી છે.