ગુજરાત

gujarat

ETV Bharat / state

Hit and Run Banaskantha: ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના, દંપતિનું મોત - hit and run Dhanera

બનાસકાંઠાના ધાનેરાના વિછીવાડી ગામે નેશનલ હાઇવે ઉપર પાસે હિટ એન્ડ રનની (hit and run Dhanera) ઘટના બની હતી. જેમાં કાર ચાલકે ગફલભરી રીતે ગાડી ચલાવી એક દંપતીને અડફેટે લેતા બન્નેનાં મોત (Couple Died in hit and run) નિપજ્યાં હતાં.

Hit and Run Banaskantha
Hit and Run Banaskantha

By

Published : Jan 31, 2022, 10:36 AM IST

બનાસકાંઠા:વિછીવાડી ગામ પાસે એક કાર ચાલકે ગફલતભરી રીતે પોતાની કાર હંકારીને (Hit and Run Banaskantha) રસ્તાની સાઇડમાં જતા એક માજીરાણા સમાજના મજુર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્નીની હાલત ગંભીર જણાતાં 108 મારફત પાલનપુર લઈ જતા રસ્તામાં મોત થયું હતું. અકસ્માત કરી કાર ચાલકો ફરાર થઇ ગયા હતા. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ધાનેરા પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ફરાર કાર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના, દંપતિનું મોત

આ પણ વાંચો: સુરતમાં ત્રણ વર્ષના બાળકને કારથી કચડી નાસી જનારો આરોપી આખરે ઝડપાયો

અકસ્માતમાં દંપતિનું મોત

અકસ્માત થતાં જ ત્યાં લોકો દોડી આવ્યા હતા. જેથી કાર ચાલકો કાર મુકીને ભાગી છૂટ્યા હતા અને લોકોએ 108ની ટીમને ફોન કરતાં 108ના પાયલોટ રજનીકાન્ત તથા EMT ગૌરીચંન્દ્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. જેથી તાત્કાલિક સારવાર મહિલાને 108 એમ્બ્યુલન્સ વાનમાં ધાનેરા લવાઇ હતી પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને 108 એમ્બ્યુલન્સ મારફત પાલનપુર લઈ જવામાં આવતા રસ્તામાં તેમનું પણ મોત (Couple Died in hit and run) થયું હતું. જે બાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જે બાદ ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના, દંપતિનું મોત

આ પણ વાંચો: દ્વારકા -જામનગર નેશનલ હાઇવે પર સામે આવ્યો હિટ એન્ડ રનની ઘટનાનો મામલો

અકસ્માતોના બનાવમાં સતત ચિંતાજનક વધારો

જિલ્લામાં છેલ્લા એક મહિનામાં માર્ગ અકસ્માતોના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લામાં મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાયવિંગને કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અનેક લોકોએ પોતાની જિંદગી પણ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ તો લોકોની માગ છે કે રાત્રિના સમયે અને દિવસે પુરપાટ ઝડપે વાહનો ચલાવતા ચાલકો સામે કડકમાં કડક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details