ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું - બનાસકાંઠામાં કોરોના વાઇરસ

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે એક પછી એક વધુ કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. જિલ્લાના અલગ અલગ તાલુકામાં કોરોના વાઇરસના કેસો સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Banaskantha News
Banaskantha News

By

Published : May 5, 2020, 3:29 PM IST

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ કોરોના પોઝિટિવ 7 કેસ મળ્યા છે, જેની સાથે જ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 થયો છે.

મંગળવારે પાલનપુરના વાસણી ગામના બે લોકો, ગઢ ગામના બે અને વડગામમાં એક કોરોના પોઝિટિવ કેસ ડિટેકટ થયો છે. જ્યારે ડીસા શહેરમાં પણ અમદાવાદના શાહીબાગથી આવેલી કોરોના પોઝિટિવ મહિલાના પરિવારના બે લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

બનાસકાંઠામાં કોરોના વાઇરસના કેસમાં વધારો

આ તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 50 સુધી પહોંચતા આરોગ્ય વિભાગે પણ દર્દીઓના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને વિસ્તારમાં વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાનું કામ શરૂ કર્યું છે. આ સિવાય કોરોના પોઝિટિવ દર્દીઓના વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

બનાસકાંઠામાં કોરોના વાઇરસના કેસમાં વધારો

હાલ જે પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેની સાથે આરોગ્ય વિભાગની સાથે-સાથે લોકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details