બનાસકાંઠા : પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા પોલીસ અને સફાઈ કર્મીઓની સેવાને બિરદાવવા તેમનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા લોકડાઉન દરમ્યાન પોલીસ તેમજ સફાઈ કર્મીઓ કોરોના વોરિયર્સ તરીકે રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.
કોરોના વોરીયર્સ તરીકે કામ કરતા પોલીસ અને સફાઇકર્મીઓ પર લોકોએ પુષ્પવર્ષા કરી - બનાસકાંઠા
વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારના દિશા-નિર્દેશો મુજબ વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસના જવાનો સહિત સફાઇકર્મીઓ કોરોના સામે વોરીયર્સ બની અથાક કામગીરી કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા પોલીસ જવાનો અને સફાઇ કર્મીઓ ઉપર પાલનપુર શહેરના લોકોએ પુષ્પવર્ષા કરી તેમની સેવાને બિરદાવી હતી.
કોરોના
પાલનપુરના શહેરીજનોએ કોરોના વોરિયર્સના કામને સમર્થન આપવા સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવી પોલીસના પેટ્રોલીંગ સમયે કોરોના વોરિયર્સની ભૂમિકામાં કામ કરતા પોલીસ જવાનો અને સફાઈ કર્મીઓને ભવ્ય પુષ્પવર્ષા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નગરને સ્વચ્છ, સુંદર અને રળીયામણું બનાવાનાર સફાઈકર્મીઓને ગિફ્ટ આપી સન્માનિત પણ કરાયા હતા.