બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં 13 તારીખે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ 24 દિવસમાં સંખ્યા વધીને 69 થઈ ગઈ છે. જેમાં 5 દિવસ અગાઉ ભાગળ ગામની 65 વર્ષીય મહિલાના મોત બાદ આજે વધુ એક ધાનેરાના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના દર્દીનું મોત, જિલ્લામાં કુલ 2ના મોત - બનાસકાંઠામાં કોરોના દર્દીનુ મોત
રેડ ઝોન બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોના વાઈરસના કારણે વધુ એક યુવકનું મોત થયું છે. ગઇકાલે પોઝિટિવ આવેલા યુવકનું કોરોનાને કારણે મોત થયું હોવાનું સામે આવતા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 2 લોકોના મોત થયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ દર્દીનું મોત
આ શાહરુખ મુસલા નામના યુવકને ગઈકાલે કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યા બાદ તેને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ મૃતક યુવક ને કોરોનાની સાથે સાથે ડેન્ગ્યુની પણ અસર હતી અને ડેન્ગ્યુમાં તેને પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતાં મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.