ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ, ડીસા-પાલનપુર બન્યા કોવિડ-19 હોટસ્પોટ

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ડીસા અને પાલનપુર કોરોના હોટસ્પોટ એરિયા બનતા રોજના 20થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ પણ હચમચી ઉઠ્યું છે.

banaskantha news
બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ

By

Published : Jul 6, 2020, 5:51 PM IST

બનાસકાંઠાઃ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલો બનાસકાંઠા જિલ્લો કોરોના હોટ સ્પોટ વિસ્તાર બની રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 20થી 30 જેટલા નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ

ખાસ કરીને જિલ્લાના ડીસા અને પાલનપુર કોરોના હોટસ્પોટ વિસ્તાર બની ગયા છે. રોજેરોજ વધતા કેસના કારણે આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. સાથે-સાથે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે સોમવારે નવા 22 કેસ નોંધાતાની સાથે જ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 310 પર પહોંચી ગયો છે.

આજે સોમવારે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં દાખલ પરસોત્તમભાઈ સોનીનું કોરોના વાઇરસના કારણે સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 15 દર્દીઓના કોરોના વાઇરસના કારણે મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details