- બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા કોરોના ટેસ્ટ લેબ શરૂ
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કોવિડ-૧૯ RT-PCR ટેસ્ટની લેબોરેટરી શરૂ કરાઇ
- કલેક્ટર આનંદ પટેલે કોરોના ટેસ્ટ માટેની લેબ શરૂ કરાવી
બનાસકાંઠાઃ કોરોના મહામારીને વધતી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સૌથી વધુ કોરોના સંક્રમિત અથવા શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધુમાં વધુ થાય તે ખૂબ જ જરૂરી છે. જે અંતર્ગત બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે કોરોના ટેસ્ટ માટે જિલ્લામાં બીજી લેબ શરૂ કરાવી છે. બનાસકાંઠા જિલ્લો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ખુબ મોટો છે. અત્યારે જિલ્લામાં માત્ર બનાસ મેડિકલ કૉલેજ મોરીયા ખાતે કોરોના આર.ટી.પી.સી.આર. માટેની લેબોરેટરી છે અને જેમાં 2 ટેસ્ટીંગ મશીનો ઉપલબ્ધ છે, ત્યાં લોડ વધારે રહેતો હોવાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી કોરોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવતા આર.ટી.પી.સી.આર ટેસ્ટનું પરિણામ હવે ખુબ ઝડપથી મળશે.
આ પણ વાંચોઃ જામ ખંભાળિયામાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં RTPCR લેબનો પ્રારંભ કરાયો